For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેન્દ્રીય કર્મચારીઓ આનંદો, છેલ્લા પગારના 50 ટકા પેન્શનની ભલામણ

03:45 PM Jun 11, 2024 IST | admin
કેન્દ્રીય કર્મચારીઓ આનંદો  છેલ્લા પગારના 50 ટકા પેન્શનની ભલામણ

કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ તેમના પેન્શન લાભોમાં મોટો વધારો કરી શકે છે. ટીવી. સોમનાથનની આગેવાની હેઠળની પેનલે કર્મચારીઓને છેલ્લા બેઝિક વેતનના 50 ટકા સુધી પેન્શન તરીકે ગેરંટી આપવાની ભલામણ કરી છે. જો ભલામણ સ્વીકારવામાં આવશે, તો નિવૃત્તિ પહેલા કર્મચારીના મૂળ પગારના 50 ટકા માસિક પેન્શન તરીકે આપવામાં આવશે.

Advertisement

માર્ચ 2023માં નાણા સચિવ ટી.વી. જૂની પેન્શન સિસ્ટમ (OPS) પર પાછા ફર્યા વિના સરકારી કર્મચારીઓ માટે NPS હેઠળ પેન્શન લાભો વધારવાના માર્ગો સૂચવવા માટે સોમનાથનની આગેવાની હેઠળની પેનલની રચના કરવામાં આવી હતી. ઘણા રાજ્યોએ NPS છોડીને OPSમાં પાછા ફરવાનું શરૂૂ કર્યું છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, પેનલે મે મહિનામાં સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ અહેવાલ મોટાભાગે 2023માં અમલમાં આવનાર આંધ્ર પ્રદેશ NPS મોડલથી પ્રભાવિત છે. આને જૂની અને નવી પેન્શન યોજનાનું મિશ્ર મોડલ કહી શકાય. બાંયધરીકૃત પેન્શનની રકમને પહોંચી વળવા માટે પેન્શન ફંડમાં જે કમી હશે તે કેન્દ્ર સરકારના બજેટમાંથી આવરી લેવામાં આવશે. આનાથી લગભગ 87 લાખ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને ફાયદો થશે, જેઓ 2004થી NPSમાં નોંધાયેલા છે.

આંધ્ર પ્રદેશ ગેરંટીડ પેન્શન સિસ્ટમ એક્ટ, 2023 હેઠળ, સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50 ટકા માસિક પેન્શન તરીકે આપવામાં આવે છે. આમાં મોંઘવારી રાહત (ઉછ)નો સમાવેશ થાય છે. આ સિવાય મૃતક કર્મચારીના જીવનસાથીને 60 ટકા માસિક પેન્શનની ખાતરી આપવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement