For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CBSEનું પરિણામ જાહેર: ધોરણ 10નું 93.60 ટકા તો ધોરણ 12નું 87.98 ટકા પરિણામ

02:04 PM May 13, 2024 IST | Bhumika
cbseનું પરિણામ જાહેર  ધોરણ 10નું 93 60 ટકા તો ધોરણ 12નું 87 98 ટકા પરિણામ
Advertisement

GSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ)ના પરિણામ બાદ આજરોજ 13 મે, 2024ના CBSEનું પરિણામ જાહેર થયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન બોર્ડનું ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે.

Advertisement

જેમાં ધો.10નું 93.60% અને ધો. 12માં 87.98% પરિણામ આવ્યું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા યોજાઈ હતી. દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરિણામ વિદ્યાર્થીઓ CBSEની વેબસાઇટ પરથી જાણી શકશે.

આ વર્ષે એટલે કે, 2024નું CBSEનું 87.98% પરિણામ આવ્યું છે.ધોરણ 12માં 24,000થી વધુ વિદ્યાર્થીએ 95 ટકા તો 1.16 લાખથી વધુ વિદ્યાર્થીઓ 90 ટકા મેળવ્યા છે.આ પરિણામમાં છોકરીઓએ 6.40 ટકાથી વધુ પોઈન્ટ્સથી છોકરાઓને પાછળ છોડી દીધા છે. 91 ટકાથી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે. ગત વર્ષ કરતાં ધો.12નું પરિણ્મ 0.65 ટકા વધુ છે.

ધો.10માં 22,38,827 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 20,95,467 વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે ધો.10નું 0.48 ટકા રિઝલ્ટ વધુ આવ્યું છે. ધો. 10માં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 94.75 ટકા છે અને વિદ્યાર્થિનીઓનું રિઝલ્ટ 92.72 ટકા છે.

આ વખતે ધોરણ 12માં 87.98% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષની સરખામણીમાં પાસ થવાની ટકાવારી 0.65% વધી છે. છોકરાઓ કરતાં છોકરીઓની પાસ થવાની ટકાવારી 6.40% વધારો થયો છે. આ વખતે 91%થી વધુ છોકરીઓ પાસ થઈ છે.

મળતી માહિતી મુજબ આ વર્ષે સૌથી સારું પરિણામ તિરુવનંતપુરમનું આવ્યું છે. આ રાજ્યની પાસ થવાની ટકાવારી 99.91% છે. વિજયવાડા 99.04 ટકા સાથે બીજા સ્થાને છે. ચેન્નાઈના વિદ્યાર્થીઓએ 98.47 ટકા સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

CBSE બોર્ડની ધોરણ 12મી 2024ની પરીક્ષામાં 116145 વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા છે. તે જ સમયે, 24068 વિદ્યાર્થીઓ એવા છે.

જેમણે 95 ટકા કે તેથી વધુ માર્કસ મેળવ્યા છે. 122170 વિદ્યાર્થીઓએ કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપવી પડશે, જેનું સમયપત્રક બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement