For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોજમદાર કર્મચારી નોકરીનો સમયગાળો પૂર્ણ કરે એટલે કાયમી થઇ શકે: હાઇકોર્ટ

11:30 AM May 15, 2024 IST | Bhumika
રોજમદાર કર્મચારી નોકરીનો સમયગાળો પૂર્ણ કરે એટલે કાયમી થઇ શકે  હાઇકોર્ટ
Advertisement

વનવિભાગના કર્મચારીઓની પિટિશનમાં અગત્યનો ચુકાદો, પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણના લાભ પણ આપવા ટકોર

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રોજમદાર કામદારો અંગે હાઈકોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો છે. જેમાં હોઈકોર્ટે કહ્યું છે કે, રોજમદાર કામદાર કાયમી બનવા હકદાર છે. તેમજ ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે તો કાયમી બનવા હકદાર છે.
તેમજ કાયમી બન્યા બાદ પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણનાં લાભો મેળવવાનો પણ અધિકાર છે.આ સમગ્ર બાબતે રાજ્યનાં વન વિભાગ દ્વારા નિમણૂંક કરાયેલા કામદારો દ્વારા કોર્ટમાં પિટિશન કરાઈ હતી. જ
ેમાં દૈનિક વેતન કામદારોનો કાર્યકાળ લાંબો હોવા છતાં વન વિભાગે તેમને નિર્ધારિત લાભો કે અધિકારો આપ્યા ન હતો.

Advertisement

હાલમાં કામદારો હકદાર છે તેનાં કરતા ઓછું મહેનતાણું મળતું હોવાનું કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું.
આ બાબતે હાઈકોર્ટે કહ્યું હતું કે, વન વિભાગે સરકારી ઠરાવનાં લાભોનો અમલ કર્યો નથી. દૈનિક વેતન કામદારોએ કાયમી થવા માટેની અવધિ પૂર્ણ કરી હોવા છતાં તેઓને કાયમી કરાયા નથી કે લાભો અપાયા નથી. વન વિભાગને આઠ સપ્તાહમાં નિર્ણય લેવા હુકમ કર્યો હતો. કાયદા મુજબ નિર્ણય લેવા સત્તાવાળાઓને કોર્ટે તાકીદ પણ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement