For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મેટોડા હનીટ્રેપમાં ફસાવી યુવાનને મરવા મજબૂર કરનાર યુવતી અને હોમગાર્ડ સામે નોંધાતો ગુનો

12:05 PM May 14, 2024 IST | Bhumika
મેટોડા હનીટ્રેપમાં ફસાવી યુવાનને મરવા મજબૂર કરનાર યુવતી અને હોમગાર્ડ સામે નોંધાતો ગુનો
Advertisement

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઔદ્યોગિક વસાહતમાં સિલ્વર બ્રાસ કંપનીમાં નોકરી કરતા ધ્રોલ પંથકના યુવકને હનીટ્રેપમાં ફસાવી યુવતિ અને હોમગાર્ડના જવાને બ્લેકમેલ કરી પૈસા પડાવી માનસીક ત્રાસ આપતા હોય જેનાથી કંટાળી જઈ યુવકે વીડિયો બનાવી સ્ટેટસમાં મુકી પાણીની ખાણમાં પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. જે ઘટનામાં અંતે પોલીસે હોમગાર્ડના જવાન અને યુવતિ સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ મેટોડા જીઆઈડીસીમાં રહેતા મુળ ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામના અજય માવજીભાઈ ખાંભુ ઉ.વ.24 નામના યુવાને ગત તા. 9-5-2-24ના બપોરે વાગુદડ ગામની સીમમાં આવેલ પાણીની ખાણમાં પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી સ્ટેટસમાં મુકી અંતિમ પગલું ભર્યુ હતું.

Advertisement

કારખાનામાં મજુરી કામ કરતા યુવકના મોબાઈલ ફોનમાંથી વીડિયો મળી આવ્યો હતો જેમાં કેટલા પૈસા દઉ મમ્મી તમને દઉ, ઘરે દઉ હું પૈસા નહીં દઉ એટલે એ મને આ રીતે દબાવી રાખે છે. મને કિરૂડી અને રાહુલિયો દબાવ્યા રાખે છે. હર વખથે મારો પગાર ખોવાઈ ન જતો પરંતુ આ બન્ને મને બ્લેકમેલ કરી મારા પૈસા પડાવી લેતા હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું.

મેટોડા પોલીસે સ્યુસાઈડ નોટરૂપી બનાવેલા વીડિયોના આધારે હાડાટોડા ગામે રહેતા માવજીભાઈ નથુભાઈ ખાંભુની ફરિયાદ પરથી મેટોડા રહેતી કિરૂડી ઉર્ફે કિર્તી દાનાભાઈ પરમાર અને રાજકોટના રૈયાધારમાં રહેતો રાહુલ બગડા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની તપાસ મેટોડાના પીએસઆઈ કુલદિપસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement