For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાર્કિંગના મુદ્દે તકરાર થતાં કારમાં તોડફોડ: બે શખ્સો સામે ફરિયાદ

11:52 AM Jun 24, 2024 IST | admin
પાર્કિંગના મુદ્દે તકરાર થતાં કારમાં તોડફોડ  બે શખ્સો સામે ફરિયાદ
Street hooligans in face mask and hoodie damaging car, flat vector illustration. Street vandals breaking car with bat and painting it with paint spray. Vandalism, aggression.

હોટલ સંચાલક દ્વારા પણ પોતાની હોટલમાં તોડફોડ કરવા અંગેની વળતી ફરિયાદ નોંધાવાઇ

Advertisement

જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં ગઈકાલે સાંજે એક હોટલ નજીક કાર પાર્કિંગ કરવાના મુદ્દે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને હોટલ સંચાલક દ્વારા કારમાં તોડફોડ કરી નુકસાની કરવા અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. જયારે સામા પક્ષે હોટલમાં પણ તોડફોડ કરવા અંગેની વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં નારાયણ નગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ રામભાઈ જેઠા નામના 40 વર્ષના આહિર યુવાને પોતાની જી. જે. 10- ટી.વાય. વાય 5655 નંબરની કારમાં તલવાર તથા પથ્થર મારી તોડફોડ કરી નાખી કારમાં નુકસાની પહોંચાડવા અંગે બનારસી ઢોસા વાળા મહેન્દ્રસિંહ જાડેજા તથા તેના ભત્રીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

Advertisement

જે મામલાને લઈને ગુલાબ નગર વિસ્તારમાં તંગવવાતાવરણ બન્યું હતું, અને લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડતી થઈ હતી, અને હોટલ સંચાલક કાકા ભત્રીજા સામે ગુન્હો નોંધ્યો છે.
દરમિયાન મોડેથી સામાં જૂથ વાળાની હોટલમાં પણ કાચ ટેબલ વગેરેમાં તોડફોડ કરી નાખી નુકસાની પહોંચાડવા અંગેનો મામલો સામે આવ્યો હતો, અને તે અંગે પણ પડતી ફરિયાદ નોંધવા કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement