For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેનેડાની બેધારી નીતિ; G-7માં શાંતિની વાતો અને સંસદમાં આતંકવાદી માટે મૌન

11:15 AM Jun 19, 2024 IST | Bhumika
કેનેડાની બેધારી નીતિ  g 7માં શાંતિની વાતો અને સંસદમાં આતંકવાદી માટે મૌન
Advertisement

ખાલિસ્તાની વડા નિજ્જરની હત્યાની પ્રથમ વરસી પર મૌન પળાયું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇટાલીના અપુલિયામાં જી-7 સમિટમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને મળ્યા હતા. હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપો બાદ તમામની નજર બંને નેતાઓની મુલાકાત પર ટકેલી છે. પીએમ મોદીને મળ્યા બાદ ટ્રુડોએ સંબંધો સુધારવાની વાત કરી હતી પરંતુ કેનેડાની સંસદમાંથી અલગ જ તસવીર સામે આવી છે.

Advertisement

ખાલિસ્તાન ટાઈગર ફોર્સ સંગઠન સાથે સંકળાયેલા આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર માટે કેનેડાની સંસદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. હાઉસ ઓફ કોમન્સમાં, પ્રથમ સ્પીકર, ગ્રેગ ફર્ગ્યુસે નિજ્જર માટે શોક સંદેશ વાંચ્યો અને પછી તમામ સાંસદોને નિજ્જર માટે મૌન પાળવા કહ્યું. અગાઉ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે ભારતની નવી સરકાર સાથે આર્થિક સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની આ એક તક છે. જી-7માં પીએમ મોદીને મળ્યા બાદ તેમણે આ વાત કહી.

ઈટલીમાં જી-7 સમિટ દરમિયાન ઙખ મોદી અને જસ્ટિન ટ્રુડો વચ્ચે વાતચીત થઈ હતી. ગયા વર્ષે નિજ્જરની હત્યાને લઈને ભારત પર લાગેલા આરોપો બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. આ મીટિંગ પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર બંને નેતાઓની હાથ મિલાવવાની તસવીર પણ પોસ્ટ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ જી-7 સમિટમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને મળ્યા હતા.

ગયા વર્ષે નિજ્જરની હત્યા કરવામાં આવી હતીગયા વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી પર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement