સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં અંતે કેડિલાના CMD રાજીવ મોદી પોલીસમાં હાજર

01:25 PM Feb 15, 2024 IST | Bhumika
Advertisement

બલ્ગેરિયન યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ બાદ કેડિલાના CMD પોલીસ સમક્ષ હાજર થયા છે. બલ્ગેરિયન યુવતીની દુષ્કર્મની ફરિયાદમાં ઘણા સમયથી ફરાર રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હાલ સોલા પોલીસે આ મામલે નિવેદન નોંધવાનું શરૂૂ કર્યું છે.

Advertisement

બલ્ગેરિયન યુવતીના ફરિયાદ બાદ કેડિલાના CMD રાજીવ મોદી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. અમદાવાદ પોલીસના શોધખોળ બાદ પણ તેઓ ગાયબ હતા. તેઓ વિદેશમાં છુપાયા હોવાની ચર્ચા પણ વહેતી થઈ હતી. ત્યારે અચાનક આજે સવારે રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા છે. જેના બાદ પોલીસે તેમનું નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂૂ કરી છે.

કેડિલા ફાર્માના CMD સામે ફરિયાદ કરનાર યુવતી ક્યા છે તે પોલીસને હજી સુધી ખબર નથી. બલ્ગેરિયન યુવતી વતન ચાલી ગયાનો અમદાવાદ સીપીનો દાવો છે. જો કે, પીડિતાએ વીડિયો જાહેર કરી સલામત સ્થળે હોવાનો દાવો કર્યો છે. યુવતી પોતે જ અસલામતી અનુભવી રહી છે, તેથી પોલીસને પણ પોતાનું સરનામું નથી જણાવી રહી. તે પહેલા બલ્ગેરીયન યુવતીના ગુમ થવા અંગે વકીલે જોઇન્ટ પોલીસ કમિશનરથી માંડીને ગ્રામ્ય એસપીને આ મામલે જાણ કરી હતી. વકીલે કહ્યું હતું કે, ગત 24 જાન્યુઆરી બાદથી યુવતી સાથે સંપર્ક થયો નથી. યુવતીએ વકીલ સાથે કરેલી વાતચીતનું ચેટ પણ ઇમેઇલમાં એટેચ કરાયું છે. કેટલાક લોકો તેને મારવાની કોશિશ કરતા હોવાની દહેશત યુવતીએ વકીલ સમક્ષ વ્યક્ત કરી છે. મહત્ત્વની વાત એ છે કે એડવોકેટે દુષ્કર્મ કેસમાં જે સાક્ષીઓનાં નામ પોલીસને આપ્યાં હતાં તેમાંથી એક સાક્ષીનું તાજેતરમાં જ ઞઊંમાં શંકાસ્પદ મૃત્યુ થયું છે. હદને લઇને પ્રશ્ન સર્જાતા પોલીસ અધિકારીઓને ઇ-મેઇલથી જાણ કરાઇ છે.

તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યૂટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.

 

Tags :
Bulgarian girl rape caseCMD Rajiv Modigujaratgujarat news
Advertisement
Next Article
Advertisement