For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાત રાજ્યમાં વિધાનસભાની 13 બેઠકોની પેટાચૂંટણી જાહેર

05:18 PM Jun 10, 2024 IST | admin
સાત રાજ્યમાં વિધાનસભાની 13 બેઠકોની પેટાચૂંટણી જાહેર

દેશમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે 7 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 13 વિધાનસભા મતવિસ્તારોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે પેટાચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. 10 જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13 જુલાઈએ મતગણતરી હાથ ધરવામાં આવશે.
જો કે, ગુજરાતમાં વિસાવદર ધારાસભાની ખાલી બેઠકનો વિવાદ હજુ પણ કોર્ટમાં હોવાથી વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી.

Advertisement

ચૂંટણી પંચે સોમવારે પશ્ચિમ બંગાળની ચાર બેઠકો સહિત સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. વર્તમાન સભ્યોના અવસાન અથવા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે
તેમાં બિહારની રૂૂપૌલી, પશ્ચિમ બંગાળના રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માણિકતલા, તમિલનાડુનું વિક્રવંડી, મધ્ય પ્રદેશનું અમરવાડા, ઉત્તરાખંડનું બદ્રીનાથ અને મેંગલોર, પંજાબના જલંધર પશ્ચિમ અને હિમાચલ પ્રદેશના દેહરા, હમીરપુર અને નાલાગઢનો સમાવેશ થાય છે.

ભારતના ચૂંટણી પંચે ચૂંટણીને લઈને એક જાહેરાત કરી છે. આ પેટાચૂંટણી 10 જુલાઈએ બિહારની એક, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્યપ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1 અને હિમાચલની 3 બેઠક પર યોજાશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ બેઠકો પર નોટિફિકેશન 14 જૂને બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 21 જૂન રહેશે. 24મી જૂને નામાંકનની ચકાસણી થશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે. 10 જુલાઈએ મતદાન થશે અને 13 જુલાઈએ પરિણામ આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement