For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના લિસ્ટમાં કોહલી બાદ બટલરને સ્થાન

01:13 PM Apr 17, 2024 IST | Bhumika
iplમાં સૌથી વધુ સદી ફટકારવાના લિસ્ટમાં કોહલી બાદ બટલરને સ્થાન

જોસ બટલરના બેટ વડે વિનિંગ રન નિકળ્યા. બટલરે 60 બોલમાં 107 રનની અણનમ ઇનિંગ રમી. આ સદી સાથે જ તેમણે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી દીધા. બટલરની આ આઇપીએલમાં 7મી સદી છે. તો બીજી તરફ સીઝનમાં તેમની આ બીજી સદી છે. આ સાથે જ બટલરે ક્રિસ ગેલને સૌથી વધુ આઇપીલ સદીના મામલે પાછળ છોડી દીધો છે. ક્રિસ ગેલે આઇપીલમાં 6 સદી ફટકારી હતી. બટલર આ સદી સાથે લિસ્ટમાં વિરાટ કોહલી બાદ બીજા નંબર પર આવી ગયા છે. કોહલી આઇપીએલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટસમેન છે. આઇપીલ 2024 માં ફટકારેલી એક સદી સાથે કોહલી અત્યાર સુધી લીગમાં 8 સદી ફટકારી છે.

Advertisement

IPLમાં સૌથી વધુ સદી

8 - વિરાટ કોહલી
7 - જોસ બટલર
6 - ક્રિસ ગેલ
4 - કેએલ રાહુલ
4 - ડેવિડ વોર્નર
4 - શેન વોટસન

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement