For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં ધંધાકીય હરીફાઈમાં વેપારી પરિવાર ઉપર હુમલો: પાંચને ઈજા

01:31 PM Jan 18, 2024 IST | Bhumika
જૂનાગઢમાં ધંધાકીય હરીફાઈમાં વેપારી પરિવાર ઉપર હુમલો  પાંચને ઈજા

જૂનાગઢમાં આવેલા જમાલવાડી વિસ્તારમાં ધંધાકીય હરીફાઈમા કરિયાણાના વેપારી પરિવાર ઉપર હરીફ ધંધાર્થીઓએ ઘરમાં ઘૂસી છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા એક જ પરિવારના પાંચ સભ્યોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દફતરે મારામારી કર્યાની સામસામે ફરિયાદ નોંધાય છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં આવેલા જમાલવાડી વિસ્તારમાં રહેતા ઈકબાલભાઈ અશરફભાઈ પઠાણ (ઉ.વ.40), તેમના પત્ની ખેરૂૂનબેન ઈકબાલભાઈ પઠાણ (ઉ.વ.40), પુત્ર નજીર ઇકબાલભાઈ પઠાણ (ઉ.વ.22), સમીર ઈકબાલભાઈ પઠાણ (ઉ.વ.18) અને પુત્રી શબનમ એઝાઝભાઈ બેલીમ (ઉ.વ.24) આઠેક વાગ્યાના અરસામા પોતાના હતા ત્યારે પાડોશમાં રહેતા અબુ, તેના પુત્ર શાહનવાઝ, સરફરાજ અને મુક્તાર નામના શખ્સોએ ઘરમાં ઘૂસી છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલા એક જ પરિવારના પાંચેય સભ્યોને તાત્કાલિક સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર રીતે ઘવાયેલા ખેરૂૂનબેન પઠાણની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર પોતાના ઘર પાસે કરિયાણાની દુકાન ચલાવે છે અને ઇજાગ્રસ્ત પરિવારે સાત મહિનાથી કરિયાણાની કેબીન ચાલુ કરી છે. જે ધંધાકીય હરીફાઈમાં હુમલાખોર શખ્સોએ હુમલો કર્યો હોવાનો અને રીસામણે આવેલી પુત્રીની છેડતી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસ મથકમાં બંને પક્ષે સામસામે મારામારી કર્યાની ફરિયાદ નોંધાઇ છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement