સોના-ચાંદીના ભાવમાં અચાનક ગાબડા, સોનું તોલે રૂા.820 તૂટ્યું
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુધ્ધ ભડકી ઉઠતા વિશ્વભરમાં સોના-ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી હતી અને સોનુ તેની સર્વોચ્ચ સપાટી રૂા.65800એ સ્પર્શી ગયું હતું. પરંતુ આજે સોના- ચાંદીના ભાવોમાં અચાનક જ ગાબડા પડયા છે અને આજે સોનામાં રૂા.820 તથા ચાંદીમાં રૂા.બે હજારનું ગાબડુ પડયું છે.
અમેરિકાનો જોબડેટા સારો આવતા સોનાના ભાવમાં વૈશ્વિકસ્તરે ગાબડા પડયા છે અને સોનાનો ભાવ બે હજાર ડોલરની નીચે સરકી 1990 ડોલરે પહોંચી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 820 રૂૂપિયા તૂટીને હાલ 61595 રૂૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યું છે. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ હાલ 751 રૂૂપિયા ગગડીને 56421 રૂૂપિયાના સ્તરે છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલો 2023 રૂૂપિયા ગગડીને 71688 રૂૂપિયાના સ્તરે છે. શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે ચાંદીના ભાવ 73711 રૂૂપિયા પ્રતિ કિલો હતા.