આ શેરમાં આવી તોફાની તેજી, હાલના ભાવ એક વર્ષમાં સૌથી ઉપર, જાણો IPOમાં રોકાણકારોને અત્યાર સુધીમાં થયું કેટલું નુકસાન
દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ (LIC)ના શેરમાં ગત કેટલાક સપ્તાહમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે એટલે કે આજે LICના શેરે 52 સપ્તાહમાં નવો હાઈ બનાવ્યો છે. શેર 807.00 રૂપિયા પર ખુલી અને વ્યાપાર દરમ્યાન 821 રૂપિયા સુધી પહોંચી ગયો, જે એક વર્ષનો ઉચ્ચત્તમ સ્કોર છે. બપોરે 2:30 કલાકે શેર 4 %ની તેજી સાથે 796.40 રૂપિયા પર વ્યાપાર કરી રહ્યો હતો.
હકીકતમાં ગત વર્ષ LICના શેર માર્કેટમાં લિસ્ટીંગ થયા હતા, અને તે બાદ તેમના રોકાણકારોને સતત નુકસાન કરાવ્યું છે. પરંતુ હવે કેટલાક સપ્તાહથી શેરમાં તેજી જોવા મળી રહી છે. ગત એક મહિને LICનો શેર લગભગ 30 % વધી ચૂક્યો છે. જ્યારે 6 મહિનામાં લગભગ 24 %ની તેજી નોંધવામાં આવી હતી. એક વર્ષમાં 16 % ની તેજી આવી છે.
હજુ પણ IPO પ્રાઈસથી દૂર કિંમત
LICના શેરનું લિસ્ટીંગ 17 મે 2022ના થયું હતું. લિસ્ટીંગ બાદથી જ શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. LIC આઈપીઓ માટે 902-949 રૂપિયાની પ્રાઈસ બેંડ નક્કી કરવામાં આવી હતી. કંપનીનો શેર માર્કેટમાં લગભગ 9 %ના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. LICના IPOની સાઈઝ 20,557 કરોડ રૂપિયા હતી અને તેને 2.95 ગણા સબ્સ્ક્રાઈબ મળ્યા હતા.