STOCK MARKET / લીલા નિશાન સાથે ખુલ્યું શેર માર્કેટ, સેન્સેક્સ 250 અંકના વધારા સાથે 71,627 પર ટ્રેડ કરતો જોવા મળ્યો, નિફ્ટી 21500ને પાર
બુધવારે એટલે કે આજે સ્થાનિક શેરબજારમાં વ્યાપાર લીલા નિશાન પર શરૂ થયો હતો. મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સારા વૈશ્વિક સંકેતો પર ફાયદા સાથે ખુલ્યા. શરૂઆતના કારોબારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો BSE સેન્સેક્સ 290.25 (0.40%) પોઈન્ટના વધારા સાથે 71,627.05 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો NSE નિફ્ટી સેન્સિટિવ ઈન્ડેક્સ 94.16 (0.44%) પોઈન્ટના વધારા સાથે 21,535.50 પોઈન્ટના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
શરૂઆતના વ્યાપારમાં નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર શેર આ પ્રમાણે છે
શેરબજારમાં બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન આઇટી, મેટલ અને સરકારી બેન્કિંગ સેક્ટરના શેર્સમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. દિવીની લેબ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરો નિફ્ટીમાં મુખ્ય ગેનર તરીકે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. બીજી તરફ હીરો મોટો ટોપ લૂઝર તરીકે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. અગાઉ મંગળવારે સેન્સેક્સ 229 પોઈન્ટ મજબૂત થઈને 71,336 પર બંધ થયો હતો.