Stock Market / ઘટાડા સાથે ખૂલ્યું શેર માર્કેટ, સેન્સેક્સમાં 368 પોઈન્ટનો કડાકો, ટોચની આ પાંચ કંપનીઓના શેર ધડામ કરતા આવ્યા નીચે
બેંક, ઓટો અને આઈટી શેરોમાં ઘટાડાને કારણે ગુરુવારે ભારતીય હેડલાઈન ઈન્ડેક્સમાં વેચાણનું દબાણ ચાલુ રહ્યું છે. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટી થોડા સમય માટે 21,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો પરંતુ બાદમાં તે 117.45 પોઈન્ટ્સ અથવા 0.56 %ના ઘટાડા સાથે 21,033 પોઈન્ટ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીએસઈનો 30 શેરનો સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ 397 પોઈન્ટ અથવા 0.56 % ઘટીને 70,109 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી-50માં સામેલ 45 શેરો લાલ નિશાન, ચાર લીલા નિશાનમાં અને એક શેરમાં કોઈપણ ફેરફાર વિના ટ્રેડિંગ જોવામાં આવ્યું હતું.
ટોચના પાંચ નફો કરનારાઓમાં ONGC, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), HDFC બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે, જ્યારે ટોચના ગુમાવનારાઓમાં એક્સિસ બેન્ક, સિપ્લા, બજાજ ઓટો, લાર્સન એન્ડ ટુબ્રો અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ વગેરેનો સમાવેશ થાય છે.
બેન્કિંગ ઈન્ડેક્સ નિફ્ટી બેન્ક 268.60 પોઈન્ટ અથવા 0.57 %ના ઘટાડા સાથે 47,176.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી બૅન્કમાં HDFC બૅન્કનો જ ફાયદો થયો હતો, જ્યારે એક્સિસ બૅન્ક, એયુ સ્મોલ ફાઇનાન્સ અને ફેડરલ બૅન્ક ટોપ લુઝર તરીકે ટ્રેડ થઈ હતી.
આઇનોક્સ ઇન્ડિયાના શેર 43.88%ના પ્રીમિયમ સાથે લિસ્ટેડ
ગુરુવારે, આઇનોક્સ ઇન્ડિયાના શેર NSE પર 43.88%ના પ્રીમિયમ પર શેર દીઠ રૂ. 949.65 પર લિસ્ટ થયા હતા. કંપનીના શેર BSE પર 41.39 %ના વધારા સાથે રૂ. 933.15 પર લિસ્ટ થયા હતા, જ્યારે તેની ઇશ્યૂ કિંમત રૂ. 660 હતી. લિસ્ટિંગ પહેલા કંપનીના શેર અનલિસ્ટેડ માર્કેટમાં રૂ. 500ના જીએમપી પર ટ્રેડ થઈ રહ્યા હતા.