આ એરલાઈન કંપનીના શેર ટૂંક સમયમાં NSE પર થશે લિસ્ટ, 11 %થી ઉંચો કરી રહ્યો છે ટ્રેડ
03:22 PM Dec 11, 2023 IST | Sejal barot
એરલાઇન કંપની સ્પાઇસજેટ ટૂંક સમયમાં તેની સિક્યોરિટીઝ જેવી કે શેર, બોન્ડ, ડેરિવેટિવ્ઝ વગેરેને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ કરશે. એરલાઈને એક નિયમનકારી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, વધુ રોકાણકારો સુધી પહોંચવા માટે કંપની ટૂંક સમયમાં જ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર તેની સિક્યોરિટીઝને લિસ્ટ કરશે.
Advertisement
11 % થી વધ્યો શેર
એરલાઈન્સ તરફથી આ સમાચાર આવતાની સાથે જ સ્પાઈસ જેટના શેર આસમાને પહોંચી ગયા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી, કંપનીનો શેર BSE પર રૂ. 6.23 અથવા 11.33 ટકા વધીને રૂ. 61.20 પર પહોંચ્યો હતો.
Advertisement
જણાવી દઈએ કે, NSE પર લિસ્ટેડ થવા માટે સ્પાઈસજેટે નાણાકીય માપદંડો સહિત વિવિધ મહત્વપૂર્ણ બાબતોને પૂર્ણ કરવી પડશે. કંપની હાલમાં એરક્રાફ્ટ લેસરના મુદ્દાઓ સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે અને ફંડ એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
Advertisement