શેરબજારમાં તોફાની તેજી બાદ માવઠું, સેન્સેક્સ નવી ટોચ બનાવી 930 અંક તૂટ્યો
છેલ્લા ઘણાસમયથી ભારતીય શેરબજારમાં જોરદાર તેજીનો પવન ફુંકાયો હતો પરંતુ આજે સવારે શેરબજારના બન્ને સુચકાંકો નિફ્ટી અને સેન્સેક્સમાં નવો રેકોર્ડ હાઈ નોંધાયા બાદ મોટા ગાબડા પડ્યા હતાં. ગઈકાલે રેકોર્ડ હાઈ બનાવીને 71,437 પર બંધ થયેલા સેન્સેક્સ આજે સવારમાં જ 210 પોઈન્ટની તેજી સાથે 71,647 પર ખુલ્યો હતો. બાદમાં સડસડાટ 476 પોઈન્ટ વધીને નવો ઐતિહાસિક હાઈ 71,913 સુધી પહોંચી ગયો હતો. પરંતુ બપોરે 1 વાગ્યા બાદ પ્રોફીટ બુકીંગ ચાલુ થતાં સેન્સેક્સમાં રેકોર્ડ હાઈથી 1,089 પોઈન્ટનો કડાકો બોલતા સેન્સેક્સે 71 હજારની સપાટી તોડીને 70,824નો લો બનાવ્યો હતો.
નિફ્ટીમાં પણ આજે 21,593નો નવો હાઈ બન્યા બાદ 341 પોઈન્ટનો ઘટાડો થયો હતો ગઈકાલે 21,453ના મથાળે બંધ થયેલ નિફ્ટી આજે સવારે 90 પોઈન્ટ વધીને 21,543 પર ખુલી હતી. બાદમાં 140 પોઈન્ટ વધીને 21593ના હાઈ પર પહોંચી હતી. જ્યાંથી 341 પોઈન્ટ તુટીને 21,252ના લો પર પહોંચી હતી.
આજના વધનારા શેરોમાં એચડીએફસી બેંક, ટાઈટન કંપની, ટાટા ક્ધટરન્સી સર્વિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, રિલાયન્સ અને વિપ્રો હતા જ્યારે આજના ઘટનારા મુખ્ય શેરોમાં ટાટા જુથના ટાટા સ્ટીલ, ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજે મહિન્દ્રા એન મહિન્દ્ર એનટીપીસી, એસબીઆઈ, પાવરગ્રીડ વગેરે શેરોમાં પણ બે ટકા જેવો કડાકો બોલી ગયો છે.
આજે ડોલર પણ રૂપિયા સામે મજબુતીથી ટકી રહ્યો હતો. વ્યાજદર વધારશે નહીં તેવી અપેક્ષાએ ડોલર પણ આજે રૂપિયા સામે યથાવત 83.17ના લેવલે જળવાઈ રહ્યો છે.
DOMSમાં 77%, ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સ 24% પ્રીમિયમ સાથે લીસ્ટિંગ
પેન્સિલ મેન્યુફેક્ચરિંગ કંપની DOMS ઈન્ડસ્ટ્રીઝને સારું લિસ્ટિંગ મળ્યું છે. કંપનીના શેર NSE અને BSE ‘f 77.22%ના પ્રીમિયમ સાથે રૂૂ. 1,400 પર લિસ્ટ થયા હતા. IPOની ઇશ્યૂ કિંમત શેર દીઠ રૂૂ. 790 હતી. ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સના IPOનું લિસ્ટિંગ પણ આજે થયું હતું. પરંતુ તેના શેર લગભગ 24%ના પ્રીમિયમ સાથે રૂૂ. 612 પર લિસ્ટ થયા હતા. તે NSE પર રૂૂ. 620 પર લિસ્ટ થયો હતો. IPOની ઇશ્યૂ કિંમત રૂૂ. 493 પ્રતિ શેર હતી.
બુલિયન માર્કેટમાં તેજીની ચમક દેખાઈ, સોનું રૂા.62,500 અને ચાંદી રૂા.74000ને પાર
આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર, 10 ગ્રામ સોનું 365 રૂૂપિયા મોંઘુ થઈને 62,449 રૂૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે 18 કેરેટ સોનાની કિંમત વધીને 46,837 રૂૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આજે ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો હતો. તે રૂૂ. 388 મોંઘો થયો છે અને રૂૂ. 74,040 પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. પહેલા તે 73,652 રૂૂપિયા હતો. આ મહિને 4 ડિસેમ્બરે ચાંદી 77 હજાર રૂૂપિયાને પાર કરી ગઈ હતી.