Dollar Vs Rupee / ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજી આવતા ભારતીય કરન્સી પર થઈ અસર, ડોલર સામે રૂપિયો સપાટ ખૂલ્યો
શુક્રવારે રૂપિયો સપાટ ખુલ્યો હતો. જેના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થયો છે. આજે સવારે ડોલર સામે રૂપિયો 83.30 પર ખુલ્યો હતો. ભારતીય ચલણ અંગે ફોરેક્સ ડીલર્સનું કહેવું છે કે, વિદેશી રોકાણકારોના પ્રવાહ અને ડોલરમાં ઘટાડાને કારણે ભારતીય ચલણને મજબૂત બનાવવામાં મદદ મળી છે. ત્યારે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારાની અસર ભારતીય ચલણ પર પડી છે.
આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 83.03ના સ્તર પર ખુલ્યો હતો. સવારના વેપારમાં તે 83.32 અને 83.29 ની મર્યાદિત રેન્જમાં રહ્યો.ત્યારે ડોલર ઇન્ડેક્સ, 6 ચલણોની મજબૂતાઈ દર્શાવે છે, તે 0.02 % ઘટીને 101.94 પર આવી ગયો છે. ગુરુવારે યુએસ ફેડએ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સાથે તેમણે આવતા વર્ષ સુધી તેમાં ઘટાડો કરવાનો પણ સંકેત આપ્યો છે.
વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.52 % વધીને 77.01 અમેરિકન ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું છે.
શેરમાર્કેટમાં આવી તેજી
શુક્રવારે એટલે કે આજે શરૂઆતના વેપારમાં BSE સેન્સેક્સ 215.60 પોઈન્ટ અથવા 0.31 % વધીને 70,729.80 પર પહોંચ્યો હતો. 50 શેરવાળો નિફ્ટી 79.55 પોઈન્ટ અથવા 0.36 % વધીને 21,259.25 પર પહોંચ્યો હતો. બંને ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયા છે. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ગુરુવારે રૂ. 3,570.07 કરોડના શેર ખરીદ્યા હતા.