રિલાયન્સની મેગા ડીલ / હવે આ સેક્ટરમાં વધશે અંબાણીનો દબદબો , આગામી વર્ષે ફેબ્રુઆરીમાં થઈ શકે છે મર્જર
એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને દેશની સૌથી મોટી કંપનીના માલિક મુકેશ અંબાણીએ એક મોટી ડીલ કરી છે. આ બાદ થી એન્ટરટેઈમેન્ટ અને મીડિયા માર્કેટમાં તેમનો દબદબો વધી જશે. મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી રિલાયંસ ઈન્ડસ્ટ્રીએ કથિત રીતે ગત સપ્તાહ લંડનમાં વોલ્ટ ડિઝની કંપની સાથે એક બિન-બંધનકર્તા ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા છએ.
આગામી વર્ષ ફેબ્રુઆરીમાં થઈ શકે છે મર્જર
ઘણા સમયથી આ ડીલને લઈને ચર્ચા ચાલી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ હવે એક મોટો દાંવ ચાલવાની તૈયારી કરી રહી છે. મુકેશ અંબાણીની કંપની ભારતીય મીડિયા અને એન્ટરટેઈમેન્ટ માર્કેટ પર પોતાનો દબદબો વધારવા માટે અમેરિકાની કંપની વોલ્ટ ડિઝની કોર્પોરેશન સાથે વાતચીત કરી રહી છે. હવે ઈટીના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, મુકેશ અંબાણીની કંપનીએ લંડનમાં મોટી ડીલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 51:49 સ્ટોક અને કેશ મર્જર મર્જરને 2024 સુધીમાં અંતિમ રૂપ આપવામાં આવે તેવી આશા છે.
અંબાણીના હાથમાં હશે કમાન
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને આ ડીલ જાન્યુઆરી 2024ના અંત સુધીમાં ફાઈનલ થવાની આશા છે. રિપોર્ટમાં આપવામાં આવેલ માહિતી અનુસાર, આ ડીલ બાદ કમાન મુકેશ અંબાણીની રિલાયન્સના હાથમાં હશે અને તેની પાસે ઓછામાં ઓછા 51 %ની સાથે સૌથી મોટી ભાગીદાર હશે. ત્યાં જ વોલ્ટ ડિઝની પાસે આ મર્જર વાળી કંપનીમાં 49 %ની ભાગીદારી હશે. આ ડીલને લઈને ગત સપ્તાહે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે, JioCinema પણ આ ડીલનો એક ભાગ હશે.