લગ્નસરાની સિઝન બાદ સોના-ચાંદીમાં કડાકો : 24 કેરેટ ગોલ્ડ 62000ની અંદર
સોના અને ચાંદીનાભાવમાં આજે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી બજારોમાં બુલિયન માર્કેટમાં પણ સુસ્તી છે. આ અગાઉ ગત અઠવાડિયે સોના અને ચાંદીમાં રિકવરી જોવા મળી હતી. US FEDના વ્યાજ દરો પર નિર્ણય, ડોલર ઈન્ડેક્સ, અને બોન્ડ યીલ્ડમાં એક્શનના પગલે બુલિયન માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે.
ઘરેલુ બજારમાં સોનું અને ચાંદીના ભામાં નરમી જોવા મળી છે. MCX પર સોનાનો ભાવ 200 રૂૂપિયા ગગડ્યા જેના પગલે 10 ગ્રામ સોનું 62000 ની નીચે આવી ગયું. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates. com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 495 રૂૂપિયા ગગડીને 61872ના સ્તરે જતો રહ્યો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 453 રૂૂપિયા તૂટીને 56675 રૂૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. ચાંદી પણ સસ્તી થઈ છે. જેમાં પ્રતિ કિલો 599 રૂૂપિયા ભાવ તૂટીને 73674 રૂૂપિયા પર જોવા મળી રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સુસ્તી છે. કોમેક્સ પર સોનાનો ભાવ 2035 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં 2 ટકાની રિકવરી જોવા મળી. ચાંદીના ભાવમાં પણ હળવી તેજી નોંધાઈ હતી. કોમેક્સ પર ચાંદી 24.22 ડોલર પ્રતિ ઔંસ ટ્રેડ થઈ રહી છે.