15 મહિના સુધી ખાઓ સસ્તું તેલ: ડયૂટી રાહત 2025 સુધી લંબાવાઇ
દેશમાં ખાદ્ય તેલોની કિંમતોને વધવાથી અટકાવવા માટે કેન્દ્ર સરકારે તેના પર લાગૂ ઘટેલી ઈમ્પોર્ટ ટ્યૂડીને માર્ચ 2025 સુધી લંબાવી દીધી છે. નાણામંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે ઘટેલી ડ્યૂટી માર્ચ 2024માં સમાપ્ત થવાની હતી પણ હવે તેને માર્ચ 2025 સુધી જારી રાખવામાં આવશે.
સરકારનાં આ નિર્ણયથી ખાદ્ય તેલોની કિંમતો પર સ્થિર રહેશે અને લોકોનું બજેટ પણ નહીં બગડે. મોદી સરકારે મોંઘવારીને કંટ્રોલમાં રાખવા માટે આ નિર્ણય લીધો છે.
નાણામંત્રાલયે જણાવ્યું કે રિફાઈંડ સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ પર મૂળ આયાત ડ્યૂટી 17.5%થી ઘટાડીને 12.5% કરવામાં આવી હતી. ઘટેલા આ દરોને હવે માર્ચ 2025 સુધી લાગૂ રાખવામાં આવશે. આયાત ડ્યૂટી ઘટવાથી ખાદ્ય તેલોની દેશમાં લાવવાનો ખર્ચ ઓછો થાય છે. બેસિક ઈમ્પોર્ટ ડ્યૂટી કોઈપણ વસ્તુની કિંમત નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
ભારત દુનિયાનો દ્વિતીય સૌથી મોટો ખાદ્ય તેલ ઉપભોક્તા છે. સાથે જ ખાદ્ય તેલોનાં આયાતમાં આપણે દુનિયામાં પહેલા નંબર પર આવીએ છીએ. દેશની કુલ જરૂૂરિયાતનો 60% હિસ્સો ભારત આયાત કરે છે. પામ ઓઈલનો મોટો હિસ્સો ઈંડોનેશિયા અને મલેશિયાથી આયાત કરવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે ખપત સરસવ તેલ, સોયાબિન તેલ, સૂર્યમુખી તેલની હોય છે.