For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોંઘવારીનો માર / CNGના ભાવમાં ત્રણ સપ્તાહમાં સતત બીજી વખત કરાયો વધારો, અહીં જાણો લેટેસ્ટ ભાવ

10:58 AM Dec 14, 2023 IST | Sejal barot
મોંઘવારીનો માર   cngના ભાવમાં ત્રણ સપ્તાહમાં સતત બીજી વખત કરાયો વધારો  અહીં જાણો લેટેસ્ટ ભાવ

ગુરુવારે એટલે કે આજે સવારે CNGના ભાવમાં વધારો થયો છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ માટે CNGના ભાવમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો વધારો થયો છે. જણાવી દઈએ કે, ત્રણ સપ્તાહમાં આ બીજી વખત છે જ્યારે CNGની કિંમતમાં વધારો થયો છે. નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે.

Advertisement

CNGના લેટેસ્ટ ભાવ

રાજધાની દિલ્હીમાં CNGની કિંમત 75.59 રૂપિયા પ્રતિ કિલો થયા છે. અગાઉ આ કિંમત 74.59 રૂપિયા પ્રતિ કિલો હતી.

Advertisement

નોઈડામાં CNGની કિંમત વધીને 82.20 રૂપિયા પ્રતિ કિલો થયા છે. અગાઉ આ કિંમત 81.20 રૂપિયા પ્રતિ કિલો હતી.

ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં CNGની કિંમત વધીને 81.20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. અગાઉ આ કિંમત 80.20 રૂપિયા પ્રતિ કિલો હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement