For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

2023માં જય બાલાજીનો શેર બન્યો નોટો છાપવાનું મશીન: 1291%નો છપ્પરફાડ ઉછાળો

05:13 PM Dec 29, 2023 IST | Sejal barot
2023માં જય બાલાજીનો શેર બન્યો નોટો છાપવાનું મશીન  1291 નો છપ્પરફાડ ઉછાળો

શેર બજારના ઈન્વેસ્ટરો માટે આ વર્ષ શાનદાર રહ્યું છે. તેવા શેર ખુબ ઓછા રહ્યાં જેમાં ઈન્વેસ્ટરોને નુકસાન થયું હોય. મોટા ભાગના શેરમાં ઈન્વેસ્ટરોએ સારી કમાણી કરી છે. કેટલાક શેરમાં તો 1300 ટકા સુધીની તેજી જોવા મળી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર આશરે 82 સ્ટોકે આ વર્ષે 19 ડિસેમ્બર સુધી પોઝિટિવ રિટર્ન આપ્યું છે. તેનાથી એનએસઈ નિફ્ટીમાં આ વર્ષે અત્યાર સુધી 18 ટકાની તેજી જોવા મળી છે.
સ્મોલ કેપ અને મિડ કેપ શેરમાં જોરદાર પૈસા બન્યા છે. નિફ્ટી સ્મોલકેપ 250 ઈન્ડેક્સમાં 46 ટકાનો વધારો થયો છે. તો નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 42 ટકા ઉપર ગયો છે.
વૈશ્વિક બજારોની દ્રષ્ટિએ જુઓ તો ભારતીય બજારમાં આવેલી તેજી એક અપવાદ છે.
આ વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધ, હમાસ-ઈઝરાયલ યુદ્ધ, દુનિયાભરમાં મોંઘવારી, ક્રૂડ ઓયલની કિમતોમાં વધાર, યુએસ 10 યર યીડ્લનું ઉચ્ચ સ્તર પર હોવું અને વપરાશમાં કમી જેવા ઘણા ફેક્ટર્સ હતા, જે બજાર પર નકારાત્મક અસર કરતા રહ્યાં. તેમ છતાં ભારતીય બજારમાં તેજી જોવા મળી છે.
આ વર્ષે ટોપ ગેનર્સની વાત કરીએ તો જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ 1291 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. પાછલા વર્ષે 30 ડિસેમ્બરે આ શેર 54.70 રૂૂપિયા પર હતો. હવે 755 રૂૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારબાદ એસએન્ડએસ પાવર સ્વિચગિયરમાં 616%, ગીકે વાયર્સમાં 544%, ઓરિયનપ્રો સોલ્યુશન્સમાં 501 ટકા, આઈનોક્સ વિન્ડ એનર્જીમાં 398 ટકા, સર્વોટેક પાવર સિસ્ટમ્સમાં 384 ટકા, થોમસ સ્ટોક (ઈન્ડિયા) માં 371%, ટિટાગઢ રેલસિસ્ટમમાં 369 ટકા, JITF ઇન્ફ્રાલોજિસ્ટિક્સમાં 363 ટકા, આશાપુરા માઇનકેમમાં 351 ટકા અને Eimco Elecon (India) માં 395 ટકાની તેજી આવી છે.
બ્રોકરેજ ફર્મ એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર આગામી 12 મહિનામાં નિફ્ટી-50 ઈન્ડેક્સમાં લિમિટેડ અપસાઇડ પોટેન્શિયલ છે. બ્રોકરેજ ફર્મ અનુસાર આગામી વર્ષે લાર્જ કેપ બેંક્સ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ રિયલ એસ્ટેટ, પાવર, ઓટો, ફાર્મા, ઘખઈત,ગેસ અને કેપિટલ માર્કેટ્સમાં તેજી જોવા મળી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement