સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

અનેક સ્થળે EVMમાં બીયુએરર દેખાઇ, તાબડતોબ મશીનો બદલાયા

12:10 PM May 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાતની 25 સહીત 10 રાજયો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 93 બેઠકો ઉપર આજે સવારથી મતદાન થઇ રહ્યું છે ત્યો અમદાવાદ, નવસારી, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, બનાસકાંઠા, લીંબડી અને કચ્છ સહીતના 25 જેટલા મત વિસ્તારોમાં ઇવીએમ ક્ષતિગ્રસ્ત થયાની ફરીયાદો થઇ હતી.

મળતી વિગતો મુજબ સવારે સાત વાગ્યાથી મતદારો મતદાન માટે ઉમટી પડયા હતા. પરંતુ કેટલાક સ્થળે ઇવીએમ ખોટકાતા મતદાન થોડો સમય માટે અટકાવવું પડયું હતું. જો કે, પાછળથી તંત્રએ ઇવીએમ બદલી રાબેતામુજબ મતદાન શરૂ કરાવ્યું હતું.

સરકારી સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ જે ઇવીએમ ખોટવાયા છે તે પૈકી મોટાભાગના ઇવીએમમાં બીયુ નામની એરર દેખાઇ છે. જો કે, આ એરર સહીતની ટેકનીકલ ક્ષતિ દુ કરી અને જરૂર પડે ત્યાં નવા ઇવીએમ મુકીને મતદાન આગળ ધપાવાયું હતું. સવારે પ્રથમ બે કલાકના મતદાન દરમિયાન ગુજરાતની તમામ પચીસેય બેઠકો ઉપર ઇવીએમ ખોટવાયાની ફરીયાદો મળી હતી.

Tags :
EVMindiaindia newsLok Sabha elction
Advertisement
Next Article
Advertisement