For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તેજી યથાવત; નિફ્ટી 22500, સેન્સેક્સ-સોનું 73,500ને પાર

11:28 AM Apr 08, 2024 IST | Bhumika
તેજી યથાવત  નિફ્ટી 22500  સેન્સેક્સ સોનું 73 500ને પાર
  • સપ્તાહના પ્રથમ દિવસે જ નવા રેકોર્ડ હાઇથી રોકાણકારો ખુશખુશાલ

આ સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજાર અને સોનામાં ઉછાળા સાથે શરૂઆત થતાં બન્નેમાં નવો રેકોર્ડ હાઈ નોંધાયો છે. સોનુ આજે પહેલીવાર એમસીએકસમાં 73000ને પાર પહોંચી ગયું છે અને આજે સોનાનો નવો ભાવ 73,600 પ્રતિ દસ ગ્રામ નોંધાયો છે. જ્યારે સેન્સેકસ 74663 અને નિફટી 22630ના નવા લેવલે પહોંચી ગઈ છે.

Advertisement

આજે શરૂઆતના પ્રથમ સેશનમાં જ શેર બજારમાં મોટો ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે 74248ના લેવલે બંધ થયેલ સેન્સેકસ આજે 307 પોઈન્ટ ઉછળીને 74555નાં નવા હાય પર ખુલ્યો હતો. બાદમાં તેજ યથાવત રહેતા સેન્સેકસમાં ખરીદારીના પગલે 425 પોઈન્ટ ઉછળીને 74673ના નવા હાઈ સુધી પહોંચી ગયો છે. જ્યારે નિફટીમાં પણ તેજી સાથે કારોબારની શરૂઆત થતાં શુક્રવારે 22513નાં લેવલ પર બંધ થયેલ નિફટી આજે પહેલા સેશનમાં 65 પોઈન્ટ ઉછળીને 22578 પર ખુલી હતી બાદમાં સતત તેજીને પગલે શુક્રવારના બંધથી નિફટી 117 પોઈન્ટ ઉછળીને 22630ના હાઈ સુધી પહોંચી ગઈ હતી.
આજની તેજીમાં ક્ધઝયુમર ડયુરેબલ્સમાં સૌથી વધુ 2.06 ટકા સુધીની તેજી જોવા મળી હતી. નિફટી રિયાલીટી 1.26 ટકા, નિફટી ઓટો 0.36 ટકા અને નિફટી ફાઈનાન્શિયલ સર્વિસસમાં 0.23 ટકા જેવો વધારો જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement