For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાપૂજાધામ ચોકમાં કાર સાથે બુલેટ અથડાવી ચાર શખ્સોની લુખ્ખાગીરી : કારમાં નુકસાન કર્યુ

04:35 PM Apr 23, 2024 IST | Bhumika
મહાપૂજાધામ ચોકમાં કાર સાથે બુલેટ અથડાવી ચાર શખ્સોની લુખ્ખાગીરી   કારમાં નુકસાન કર્યુ

શહેરના 150 ફુટ રીંગ રોડ પર મહાપૂજા ધામ ચોકમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીની કાર સાથે બૂલેટ અથડાવી ચાર શખસોએ ડખ્ખો કરી કારમાં નુકશાન કર્યુ હતું તથા ‘તુ બાહર નીકળ’ તેમ કહી ઘમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ મનહર પ્લોટમાં શેરી નં.15માં રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા અને 150 ફુટ રીંગ રોડ પર મનીષ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા દર્શનભાઇ મનીષભાઇ જયસ્વાલ (ઉ.વ.23) એ માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા ચાર શખ્સો હોવાનું જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ કાલે સાંજે તેઓ પોતાની કાર લઇ ઓફિસે જતા હતા ત્યારે 150 ફુટ રીંગ રોડ પર મહાપૂજા ધામ ચોક પાસે પહોંચતા ડબલ સવારી બૂલેટના ચાલકે કાર સાથે બૂલેટ અથડાતા તેઓ બૂલેટ ચાલકને ઠપકો આપતા તે ઝઘડો કરવા લાગ્યો હતો દરમિયાન એકટીવામાં બીજા બે શખ્સોએ કારના દરવાજા અને કાચમાં ઢીકા-પાટા મારી દરવાજા અને કાચને નુકશાન કર્યુ હતુ તથા સાઇટ ગ્લાસ તોડી નાખ્યો હતો. તથા એક શખ્સે ગાડીના બોનેટ ઉપર ચડી આગાળનો કાચ તોડી નાંખ્યો હતો. હેડ લાઇટ પણ તોડી નાંખી હતી અને ‘તુ બહાર નીકળ’ તેમ કહી ઘમકી આપતા હતા.દરમિયાન લોકોના ટોળા એકઠા થઇ જતાં ચારેય શખ્સો ભાગી ગયા હતા આ અંગે માલવીયાનગર પોલીસે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement