For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બજેટ સત્ર, કદ 20થી 25 ટકા વધશે

04:08 PM Dec 11, 2023 IST | Sejal barot
ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બજેટ સત્ર  કદ 20થી 25 ટકા વધશે

આ વર્ષે વિધાન સભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂૂ થવાની સંભાવના છે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારાની શક્યતા છે. નોંધનિય છે કે, ગત વર્ષ 2023-24માં ગુજરાતનું અંદાજપત્ર 3 લાખ કરોડ હતું. જોકે હવે આ વખતે લોકસભા 2024 ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખી સરકાર નવી બાબતો લાવી શકે છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આગામી ફેબ્રુઆરી માસની શરૂૂઆતમાં જ બજેટ સત્ર શરૂૂ થવાની સંભાવના છે. ગતવર્ષની તુલનાએ બજેટના પ્રમાણમાં 20થી 25 ટકાનો વધારો થઈ શકે છે. નોંધનિય છે કે, ગત વર્ષે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના પ્રથમ બજેટમાં રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ વિવિધ વિભાગો વત્ચે સંતુલિત ફાળવણી કરવા સાથે 916.87 કરોડની પૂરાંત વાળું બજેટ રજૂ કર્યું હતું.
ગુજરાત વિધાનસભામાં અગાઉ રજૂ કરવામાં આવેલા વર્ષ 2023-24 માટેના 3.01 લાખ કરોડ રૂૂપિયાના કદના આ બજેટમાં નાણાપ્રધાને શિક્ષણ, આરોગ્ય, કૃષિ ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં ફાળવણી વધારીને સર્વાંગી વિકાસનો પાયો નાખ્યો હતો. રૂૂ.85,630.89 કરોડની મૂડી આવક સામે કુલ રૂૂ.97,902.61 કરોડના ખર્ચનો અંદાજ અને પરિણામે 12,271.72 કરોડની મૂડી ખાધનો અંદાજ અને બજેટનું કુલ કદ 3.01 લાખ કરોડનું હતું

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement