For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જોરાવરનગર વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા

12:03 PM Apr 05, 2024 IST | Bhumika
જોરાવરનગર વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા
  • જૂના મનદુ:ખનો ખાર રાખી ચાર હુમલાખોરો હથિયાર લઈ યુવક પર તૂટી પડ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં જોરાવરનગર પોલીસ સ્ટેશનની બહાર જ હત્યા થઈ ગઈ હોય તેવા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હવે ગુનેગારોને કોઈ કાયદાનો ખોફ ન રહ્યો હોય તેવા પ્રકારના કિસ્સાઓ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત સામે આવી રહ્યા છે ત્યારે જોરાવાર નગર પોલીસ સ્ટેશન બહાર યુવકની હત્યા કરી નાખવામાં આવી છે.

Advertisement

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન બહાર જ મોડી રાત્રે યુવકની હત્યા કરી નાખવામાં આવી છે શાહરૂૂખ નામના 29 વર્ષના યુવકની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી બોલાચાલી ચાલતી હતી અને બે જૂથો વચ્ચે બોલાચાલી ચાલતી હતી અને પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને હથિયારો ની શોધખોળ હાથ ધરવામાં આવી છે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.

વધુ વિગત અનુસાર,બે દિવસ પહેલા જે હત્યાનો ભોગ બનનાર યુવક છે અને સામા પક્ષના લોકો છે તેમના વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી તેનું મન દુ:ખ રાખી અને મોડી રાત્રે ચાર શખ્સ દ્વારા મારામારી કરવામાં આવી હતી.યાસીન ભટ્ટી,આરીફ ભટ્ટી,રમજાન ભટ્ટી અને અબાસ ભટ્ટી નામના યુવકો દ્વારા મારામારી કરવામાં આવી હતી જેમાં શાહરૂૂખને પેટના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા જેને લઈને શાહરૂૂખને ગંભીર ઇજાઓ પહોંચતા સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

ત્યાં તેનું મોત નીપજવા પામ્યું છે આ જ સંદર્ભ જોરાવર નગર પોલીસ સ્ટેશન બહાર જ આ પ્રકારની ઘટના સામે આવી છે.ત્યારે પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.મૃતકને અને સંતાનમાં એક દીકરી છે હવે દીકરી એ તો તેની પિતાની છત્રછાયા ગુમાવી છે પરંતુ પરિવાર પણ ભાંગી ગયો છે અને પરિવાર ઉપર પણ આભ ફાટ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement