For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના મેઘપર બોરીચી ગામેથી રૂા.1.11 કરોડનું બ્રાઉનસુગર-હેરોઈન ઝડપાયું

12:16 PM Jan 09, 2024 IST | Bhumika
કચ્છના મેઘપર બોરીચી ગામેથી રૂા 1 11 કરોડનું બ્રાઉનસુગર હેરોઈન ઝડપાયું

મકાન ભાડે રાખી રહેતા દંપતીની ધરપકડ

Advertisement

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલા પુરુષોત્તમનગર વિસ્તારના એક મકાનમાંથી પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ રૂા.1,11,60,809ના હેરોઇન તથા અફીણના રસ સાથે રાજસ્થાનના એક દંપતીને પકડી પાડયું હતું. આ દંપતી રાજસ્થાનથી માદક પદાર્થ અહીં લાવી છૂટકમાં તેનું વેચાણ કરતું હતું. મેઘપર બોરીચીના પુરુષોત્તમનગર વિસ્તારમાં આવેલા મકાન નંબર 13મા રહેનાર જગદીશ ગંગાવિશન બિશ્નોઇ નામના શખ્સે મકાનમાં માદક પદાર્થ રાખ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી.એ ગઇકાલે રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્ણ તૈયારી કરી પોલીસની ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી. બંધ એવા આ મકાનનો દરવાજો ખખડાવતાં જગદીશ બિશ્નોઇ બહાર આવ્યો હતો, તેને સાથે રાખી પોલીસે મકાનની તલાશી લીધી હતી. પોલીસે રસોડું, સ્ટોરરૂૂમ, અભેરાઇ વગેરે જોયા બાદ અંદર જતાં અંદરના રૂૂમમાં ફ્રીઝ અંદર અને ઉપર તલાશી લેવામાં આવી હતી. ફ્રીઝ ઉપરથી સિલ્વર ફોઇલ પેપરના વપરાયેલા બે રોલ તથા ઝીપ લોકવાળી પ્લાસ્ટિકની પારદર્શક કોથળીઓ નજરે પડી હતી. એક થેલીમાંથી ચીકણો બ્રાઉન જેવા રંગનો ગાંગડા સ્વરૂૂપમાં ચોંટી ગયેલો પદાર્થ મળી આવ્યો હતો. બીજી થેલીમાં પીળા ક્રીમ રંગનો શંકાસ્પદ પદાર્થ તથા એક કોથળીમાં રબર વીંટાળી તેમાં સંગ્રહ કરાયેલ કથ્થાઇ જેવા રંગનો ઘટ્ટ પ્રવાહી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો.

Advertisement

આ માદક પદાર્થની જગદીશ બિશ્નોઇ પડીકી બનાવી તેનું વેચાણ કરતો હતો. એફ.એસ.એલ.ના અધિકારી આવતાં તેમણે ચીકણો બ્રાઉન જેવો તથા પીળા ક્રીમ રંગ જેવો પદાર્થ હેરોઇન હોવાનું તેમજ કથ્થાઇ ઘટ્ટ પદાર્થ અફીણનો રસ હોવાનું પ્રાથમિક પરીક્ષણમાં જણાવ્યું હતું. ગાંગડા સ્વરૂૂપમાં મળેલ પદાર્થ 97.960 ગ્રામ જેની કિંમત રૂા. 48,98,000, પીળા ક્રીમ જેવો પદાર્થ 125.150 ગ્રામ જેની કિંમત રૂા. 62,57,500 તથા અફીણનો રસ 53.9 ગ્રામ કિંમત રૂા. 5309 એમ કુલ રૂા. 1,11,60,809નો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યો હતો. આ જગદીશ બિશ્નોઇ અને તેની પત્ની વિજયરાજે જગદીશ બિશ્નોઇ રાજસ્થાન સાંચોરના સંજય બિશ્નોઇ નામના શખ્સ પાસેથી આ માદક પદાર્થ લઇ આવી અહીં પડીકી બનાવી છૂટકમાં તેનું વેચાણ કરતા હતા. આ દંપતી પુરુષોત્તમનગર મકાન નંબર 13માં છેલ્લા પાંચેક મહિનાથી દિલીપ જગુમલ ભાવનાનીનાં મકાનમાં ભાડેથી રહે છે. પકડાયેલા દંપતી પાસેથી માદક પદાર્થ, ત્રણ મોબાઇલ, ફોઇલ રોલ, ઝીપ લોકવાળી કોથળી નંગ 24 વગેરે મળીને કુલ રૂૂા. 1,12,20,809નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 1.11 કરોડનો માદક પદાર્થ ઝડપાતાં ભારે ચકચાર પ્રસરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement