For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બહેનને ઘરખર્ચના પૈસા નહીં આપતા બનેવીને સાળાએ સમજાવતા બઘડાટી : બંનેને ઈજા

04:22 PM Nov 29, 2023 IST | Sejal barot
બહેનને ઘરખર્ચના પૈસા નહીં આપતા બનેવીને સાળાએ સમજાવતા બઘડાટી   બંનેને ઈજા

જંગલેશ્વરમાં બહેનને ઘર ખર્ચના પૈસા નહીં આપતા બનેવીને સાળાએ સમજાવતા બંને વચ્ચે મારા મારી થઈ હતી જેમાં સાળા બનેવીને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં જંગલેશ્વર રોડ ઉપર રહેતા ચંદ્રપ્રકાશ શારદાપ્રકાશ યાદવ નામનો 26 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં જંગલેશ્વર શાકમાર્કેટ પાસે હતો ત્યારે તેના સાળા ચંદ્રભાન રામબદન યાદવે પાઇપ વડે માર માર્યો હતો જ્યારે વળતા પ્રહારમાં બાપુનગરમાં રહેતા ચંદ્રભાન રામબદલ યાદવ (ઉ.વ.27)ને બનેવી ચંદ્રપ્રકાશ યાદવે લાકડી વડે માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા સાળા બનેવીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં ચંદ્રપ્રકાશ ઘરમાં ઘર ખર્ચના પૈસા ન આપતો હોવાથી ચંદ્રભાનને તેની બહેને વાત કરતા સાળા બનેવી વચ્ચે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રેલનગર વિસ્તારમાં રહેતો રાહુલ પ્રવીણભાઈ કનાડા નામનો 19 વર્ષનો યુવાન બજરંગ વાડી પોલીસ ચોકી સામે ઢોસાની લારી પાસે હતો ત્યારે અન્નાદુરે તાવીથો મારી દેતા યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં રાહુલ કનાડાના પિતા ભેળની લારી ચલાવે છે અને કચરો નાખવા બાબતે બોલાવી થતા ઢોસાની લારી ઉપર કામ કરતા કારીગરે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement