For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતી પર નિર્લજ્જ હુમલો

04:29 PM Apr 12, 2024 IST | Bhumika
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતી પર નિર્લજ્જ હુમલો
  • કુવાડવા રોડ પર બનાવ: યુવતીએ બૂમાબૂમ કરતા પાડોશી યુવકને પકડી લોકોએ પોલીસને સોંપ્યો

શહેરમાં થોડાં સમય પહેલાં સામાકાંઠા વિસ્તારમાં ભગવતીપરા પુલ અને મોરબી રોડ પર વિદ્યાર્થીનીઓની બાઇકમાં ધસી આવેલા શખ્સોએ ગાળો આપી છેડતી કરી હોવાનું પોલીસમાં નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.ત્યારે ફરી એકવાર કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ નજીક રહેતી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીનો પાડોશી શખ્સે હાથ પકડી લઈ નિર્લજ્જ હુમલો કરી છરી બતાવતા ગભરાયેલી યુવતીએ તેમના પરિવારને હકીકત જણાવી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

વધુ વિગતો મુજબ, કુવાડવા રોડ પર આવેલા રણછોડદાસ બાપુના આશ્રમ પાસે એક વિસ્તારમાં રહેતી યુવતીએ તેમના જ વિસ્તારમાં રહેતા વિજય દિપક ચુડાસમાનું નામ આપતા તેમની સામે કલમ છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.આ બનાવમાં હાલ બી ડિવિઝન પોલીસના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં એએસઆઈ કે.સી.સોઢા અને સ્ટાફે આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે.

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પરિવાર સાથે રહે છે.તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે.તેણીને તેમના જ વિસ્તારમાં રહેતો વિજયે પથ્થરનો ઘા કરતા યુવતી તેમને સમજાવવા ગઈ હતી.જેથી યુવતી તેમના ઘર પાસે વિજયને સમજાવવા જતા વિજયે તેમનો હાથ પકડી લેતા તેમને હાથ છોડી દેવાનું કહેતા વિજય ઉશ્કેરાયો હતો અને તેમણે નિર્લજ્જ હુમલો કર્યો હતો તેમજ ગુસ્સામાં આવી તેમણે છરી બતાવી ઝઘડો કરવા લાગ્યો હતો.આ બનાવ બાદ ગભરાય ગયેલી યુવતીએ તેમના પરિવારને રડતા રડતા હકીકત જણાવતા તેમજ લોકો એકઠા થઇ જતા વિજયને ઝડપી લીધો હતો.આ અંગર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી વિજય વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.આ મામલે હાલ એએસઆઈ કે.સી.સોઢા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,અગાઉ બે વર્ષ પહેલાં વિજયે આ જ યુવતીની છેડતી કરી હતી ત્યારે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement