For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના બન્ને તત્કાલીન મ્યુનિ. કમિશનરો સામે પગલાં ભરવા આદેશ

04:45 PM Jul 10, 2024 IST | Bhumika
રાજકોટના બન્ને તત્કાલીન મ્યુનિ  કમિશનરો સામે પગલાં ભરવા આદેશ
Advertisement

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ફેક્ટફાઈન્ડિંગ કમિટીએ આપેલી ક્લીનચિટ સામે હાઈકોર્ટનું આકરુ વલણ

સાગઠિયાને પાવર આપ્યા પણ સુપરવિઝન તો કમિશનરનું જ હતું તેથી તેની જવાબદારી પણ બને: હાઈકોર્ટનું અવલોકન

Advertisement

ટીઆરપી ગેમઝોનના અગ્નિકાડ બાદ તા. 4 જૂલાઈના રોજ થયેલ સુનાવણીનો ચુકાદો આજે અપલોડ થયો છે. જેમાં હાઈકોર્ટ દ્વારા ફેક્ટફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટ બાદ કમિશનરની પણ જવાબદારી બને તેવું અવલોકન કર્યુ છે અને શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવને જવાબદારો સામે પગલા લઈ 25 જૂલાઈએ એફીડેવીટ કરવા હુકમ કર્યો છે.

રાજકોટના અગ્નિકાંડ મામલે સુઓમોટો પીટીસનની તા. 4 જૂલાઈના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં સરકાર દ્વારા બનાવેલ ફેક્ટફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સીલબંધ રજૂ કરેલા રિપોટમાં અનેક વિભાગોની બેદરકારીના ખુલાસાઓ થયા છે. અને તેની સામે પગલા ભરાયાની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી. આજે અપલોડ થયેલ ચુકાદામાં હાઈકોર્ટે નોંધ્યું છે કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા ભલે પાવર ડેલીગેટ કરાયો હોય પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારી અને સેવકોનું સુપરવીઝન અને ક્ધટ્રોલ સેક્શન 67 મુજબ કમિશનરની જવાબદારી છે. આ જવાબદારી ધ્યાને લઈને હાઈકોર્ટે ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીના રિપોર્ટ પર અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડિપાર્ટમેન્ટના મુખ્ય સચિવને પગલા ભરવાનો હુકમ કર્યો છે. 25 જૂલાઈના રોજ આગામી સુનાવણી નિર્ધારીત કરવામાં આવી છે. જેમાં પગલા ભરીને એફીડેવીટ રજૂ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ ઓર્ડરમાં સમગ્ર ઘટના ક્રમ પણ ઉજાગર થયો છે. જેમાં આરએમસીના ટીપી વિભાગ, ફાયર વિભાગ અને પોલીસ વિભાગની પણ બેદરકારી સામે આવી છે. હાઈકોર્ટ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, 2020ના અંતથી લઈને 2023ના મધ્યભાગ સુધીમાં આ જગ્યાએ 966.20 ચો.મી. બાંધકામ વધીને 4,983.30 ચો.મી. થઈ ગયું હતું. પરંતુ કોઈ પણને ધ્યાને આ વાત આવી ન હતીં. છેક 11-4-2023ના રોજ બે અલગ અલગ નોટીસ આપવામાં આવી હતી. જેમાં એક ગેરકાયદેસર બાંધકામ અટકાવવા અને બીજી શા માટે આ બાંધકામ તોડી ન પાડવું તે બાબતની હતી.

પોલીસ વિભાગની બેદરકારી
TRP ગેમ ઝોન ધમધમતું થયુ ત્યારે તા.02/03/21ના રોજ જે.એસ.પાર્ટી પ્લોટના નામે ધવલ કોર્પોરેશન દ્વારા પર્ફોમન્સ લાયસન્સ માંગવામાં આવ્યું હતું. જેના માટે તત્કાલીન તાલુકા પીઆઇએ ફાયર એનઓસી વગર તા.15/4/21ના રોજ હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. જેને પરીણામે તા.4/6/21ના રોજ લા.નં.1/2021 કાઢી આપવામાં આવ્યુ હતું. બાદમાં તા.20/1/22 અને 25/4/23ના રોજ રીન્યુ પણ કરી આપવામાં આવ્યા. આ જ જગ્યા પર તા.31/7/23ના રોજ રેસવે એન્ટરપ્રાઇઝ દ્વારા મનોરંજન લાયસન્સ માટે અરજી કરવામાં આવી હતી. જેમાં તત્કાલીન પીઆઇ દ્વારા તા.17/11/23ના રોજ હકારાત્મક અભિપ્રાય અપાયો હતો. ગેમ ઝોન ચાલુ થયાથી લઇને દુર્ઘટના સુધી લાયસન્સ આપતી વખતે કે, ત્રણ-ત્રણ રીન્યુઅલ વખતે ફાયર એનઓસી બાબતે આરએમસીનું ધ્યાન દોર્યું ન હતું કે, ફાયર એનઓસી માંગી ન હતી.

આરએમસીના ફાયર વિભાગની બેદરકારી
તા.25 મેના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બન્યો તેના લગભગ આઠ મહીના પહેલા ટીઆરપી ગેમઝોન ખાતે સામાન્ય આગની ઘટના બની હતી ત્યારે ફાયર વિભાગને કોલ આવતા મવડી ફાયર સ્ટેશનમાંથી ફાયર ફાઇટર મોકલવામાં આવ્યું હતું. પરંતુ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચે તે પહેલા ગેમઝોનના સ્ટાફ દ્વારા આગ ઓલવી નાખવામાં આવી હતી. આ ઘટના બાદ ફાયર એનઓસી છે કે કેમ તે અંગેની તપાસ કરાઇ નહોતી. આ ઉપરાંત આ ઘટનાને કમિશનરના ધ્યાને મુકવામાં પણ ફાયર વિભાગ નિષ્ફળ નીવડતા ફાયર વિભાગના અમુક અધિકારીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કમિશનર 34 કરતા વધુ વિભાગો સંભાળતા હોવાનો કમિટીનો બચાવ
સરકાર દ્વારા તા. 3 જૂલાઈ 2023ના રજૂ કરાયેલ રિપોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના હોદા પર રહેલ બન્ને અધિકારીઓનો બચાવ રજૂ કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર 34 કરતા વધુ વિભાગો સંભાળે છે. અને સુપરવાઈઝર કક્ષાાએ પાંચ અલગ ઓથોરીટી/એજન્સીની દેખરેખ રાખે છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, મ્યુનિસિપલ કમિશનર પોતાને મળેલ ખાતાકીય ફરજો અગાઉથી ચાલી આવતી અને સામાન્ય પરંપરા પ્રમાણે તેમની સાથેના અધિકારીઓ સાથે મળીને બજાવે છે. તેથી 2021થી ફરજ બજાવેલ બન્ને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને આશિષ પટેલે પોતાની ફરજ બજાવવામાં કોઈ ચુક કરી નથી. અને બન્નેને ક્લીનચીટ આપી દેવામાં આવી હતી.

RMCના TP વિભાગની બેદરકારી
રાજકોટ મ્યુનિશિયલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગની ગંભીર બેદરકારી ફેકટ ફાઇન્ડીંગ કમિટિના રીપોર્ટમાં ઉઘાડી થઇ છે. 2020ના ડીસેમ્બર મહિનામાં બાંધકામ ચાલુ કરીને તા.4/6/21 જૂને પોલીસનું સાયન્સ ઇસ્યુ થયા સુધીમાં ટીઆરપી ગેમઝોન ધમધમતું થઇ ગયું હોવા છતાં ટાઉન પ્લાનીંગ વિભાગને છે ક 2023માં દેખાયું હતું. મનપાના ટાઉન પ્લાનીંગ ઓક્સિર દ્વારા ગેરકાયદે બાંધકામ બાબતે છેક તા.11/4/24ના રોજ નોટીસ આપવામાં આવી હતી. આ નોટીસનો કોઇ ફેર પડયો નહોતો. બાદમાં બે મહીના પછી તા.8/6/23ના રોજ ડીમોલીશન ઓર્ડર પણ કાઢી નાખવામાં આવ્યો હતો છતા ડીમોલીશનની કાર્યવાહી ન કરતા આ દુર્ઘટના બની હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement