For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વામ્બે આવાસ ક્વાર્ટરમાંથી 1.51 લાખના દારૂ-બીયરના જથ્થા સાથે બૂટલેગર ઝડપાયો

04:35 PM May 03, 2024 IST | Bhumika
વામ્બે આવાસ ક્વાર્ટરમાંથી 1 51 લાખના દારૂ બીયરના જથ્થા સાથે બૂટલેગર ઝડપાયો
Advertisement

120 બોટલ દારૂ, 709 ચપલા અને 134 બીયરના ટીન કબજે: સપ્લાયરની શોધખોળ

શહેરના કાલાવડ રોડ પર વામ્બે આવાસ ર્ક્વાટરમાં પોલીસે દરોડો પાડી રૂા.1.51 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે રીઢા બૂટલેગરને ઝડપી પાડયો હતો. પોલીસે 120 બોટલ દારૂ, 709 ચપલા અને 134 બીયરના ટીન મળી કુલ રૂા.1.71 લાખનો મુદ્દામાલ કબજે કરી બૂટલેગરની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસે દારૂની હેરાફેરી ઉપર વોચ ગોઠવી કડક કાર્યવાહી હાથ ધરી છે. જે અન્વયે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની સૂચનાથી એલસીબી ઝોન-2ના પીએસઆઇ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠલ હેડ.કોન્સ. હરપાલસિંહ જાડેજા, જેન્તીગીરી ગૌૈસ્વામી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન કાલાવડ રોડ પર વામ્બે આવાસ ર્ક્વાટરમાં દારૂ-બીયરનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કુખ્યાત બૂટલેગર ઇરફાન અલીમીય સૈયદ (રે.વૃંદાવન આવાસ ર્ક્વાટર બ્લોક નં.4/1021)ને દારૂની બોટલો નં.120, ચપલા નં.709 અને બીયરના ટીન નં.134 મળી કુલ રૂા.1.51 લાખનો દારૂનો જથ્થો અને મોબાઇલ મળી કુલ રૂા.1,71,000નો મુદ્દામાલ કબજે કરી બૂટલેગરની ધરપકડ કરી હતી.

Advertisement

આરોપીની પૂછપરછ કરતા તેણે આ દારૂનો જથ્થો તોફીક ઉર્ફે તોફલો મહમદ સંઘાર (રે.ગાયકવાડી-3, જંકશન પ્લોટ) પાસેથી લીધાની કબૂલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઇરફાન સૈયદ વિરૂદ્ધ મારામારી અને દારૂના પાંચ ગુના અને સપ્લાયર તોફીક ંઘાર વિરૂદ્ધ દારૂ, મારામારી, રાયોટીંગ સહિતના પાંચ ગુના નોંધાયેલા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement