For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જીડીપીના આંકડાથી બજારને બુસ્ટર ડોઝ: સેન્સેક્સ 73 હજાર, નિફ્ટી 22 હજારને પાર

11:26 AM Mar 01, 2024 IST | Bhumika
જીડીપીના આંકડાથી બજારને બુસ્ટર ડોઝ  સેન્સેક્સ 73 હજાર  નિફ્ટી  22 હજારને પાર
  • સોલાર સેક્ટરમાં રૂા.75000 કરોડની ફાળવણીને કેબિનેટમાં બહાલી મળતા સ્ટીલ શેરોમાં જબરી તેજી

ગઈકાલે ભારતીય અર્થતંત્રના તેજીના આંકડા જાહેર થતાં જ આજે શેરબજારમાં સપ્તાહના ટ્રેડીંગના છેલ્લા દિવસે ફરીથી તેજીની વાપસી થઈ છે. ગઈકાલે ભારતીય જીડીપીનો છેલ્લા ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ક્વાટરનો ગ્રોથરેટ 8.4% નોંધાયો હતો. આ ઉપરાંત સોલારસેક્ટરમાં કેબીનેટમાં યોજનાને મંજુરી અપાતા આજે શેર બજારમાં જોરદાર તેજી સાથે શરૂઆત થઈ હતી. ગઈકાલે 72,500 પર બંધ થયેલ સેન્સેક્સ આજે 106 પોઈન્ટની મજબુતી સાથે 72,606 પર ખુલ્યો હતો અને જોરદાર તેજીના પગલે ફરીવખત 73 હજારની સપાટી ક્રોસ કરી હતી.

Advertisement

આજે શરૂઆતના ટ્રેડીંગ સેશનમાં જ સેન્સેક્સ 742 પોઈન્ટ વધી 73,243ના ઉપલા લેવલ સુધી પહોંચી ગયો હતો. નિફ્ટીમાં પણ જોરદાર તેજી સાથે શરૂઆત થઈ હતી. નિફ્ટી આજે 22 હજારને પાર કરીને ખુલવામાં સફળ રહી હતી. ગઈકાલે 21,982ના લેવલ પર બંધ થયેલ નિફ્ટી આજે 58 પોઈન્ટ વધીને 22,048 પર ખુલી હતી અને વધુ ખરીદદારીના પગલે 228 પોઈન્ટ વધીને 22,210ના હાઈ સુધી પહોંચી હતી. હવે સેન્સેક્સ અને નિફ્ટીને ઓલટાઈન હાઈથી થોડા પોઈન્ટની જ દૂરી રહી છે.આજે વધનારા શેરોમાં જિન્દાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, ટાઈટન, ટાટા મોટર્સ, આઈસીઆઈસી બેંક વગેરે મુખ્ય હતાં.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement