For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સડસડાટ તેજી: 6 માસમાં મકાનોના વેચાણમાં 17%નો વધારો

04:04 PM Jul 09, 2024 IST | Bhumika
અમદાવાદમાં સડસડાટ તેજી  6 માસમાં મકાનોના વેચાણમાં 17 નો વધારો
Advertisement

દેશના 8 મહાનગરોની સરખામણીએ અમદાવાદ સસ્તું, પ્રતિચોરસ ફૂટનો સરેરાશ ભાવ રૂા.3031

"રૂા.1 કરોડથી વધુ કિંમતના મકાનોના વેચાણમાં પણ 9 ટકાનો વધારો"

Advertisement

કોરોના મહામારી બાદ પ્રોપર્ટી માર્કેટમાં દસકાની સૌથી મોટી તેજી: ક્ધસલ્ટિંગ ફર્મ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાનો રિપોર્ટ

ગુજરાતની આર્થિક રાજધાની અને ખૂબ ઝડપથી વિકસી રહેલ અમદાવાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રે દેશના આઠ મહાનગરોની સરખામણીએ સૌથી સસ્તુ શહેર બન્યુ છે. આમ છતા અમદાવાદમાં છેલ્લા છ માસમાં પ્રોપર્ટી માર્કેટમાં 17ટકાનો વધારો નોંધાતા બિલ્ડરોના મોઢા મલકાવા લાગ્યા છે. રિયલ એસ્ટેટ ક્ધસલ્ટિંગ ફર્મ નાઇટ ફેન્ક ઈન્ડિયાના અહેવાલ મુજબ અમદાવાદમાં વર્ષ 2024ના જૂન સુધીના 6માસમાં જ 9377 મકાન-ફલેટ વેંચાયા છે. જે છેલ્લા 10વર્ષમાં સૌથી વધુ તેજી દર્શાવે છે. સૌથી નોંધનીય બાબત એ છે કે, રૂા.1કરોડથી વધુની કિંમતના ઘરોના વેંચાણમાં પણ 9ટકાનો વધારો નોંધાયો છે.

ભલે અમદાવાદ દેશનું સૌથી સસ્તુ મહાનગર હોય, પરંતું અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ હવે ઉંચકાયું છે. અમદાવાદમાં રહેણાંકના વેચાણમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 2024ના પ્રથમ છ મહિનાનો રિપોર્ટ જણાવે છે કે, 9,377 એકમોના વેચાણ સાથે 17% પ્રોપ્રટી વેચાણમાં વાર્ષિક વૃદ્ધિ જોવા મળી છે. રિયલ એસ્ટેટ ક્ધસલ્ટિંગ ફર્મ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ગુરુવારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર આ 10 વર્ષની ઊંચી સપાટી છે.

ખાસ કરીને અમદાવાદમાં લાઈફસ્ટાઈલ અનુસાર પ્રોપર્ટીમાં વધારો થયો છે. લોકોની જરૂૂરિયાત અનુસાર સુવિધાઓ અને ઓફર આવવામાં આવી રહી છે. અમદાવાદમાં રહેણાંક એકમોની સરેરાશ કિંમત વાર્ષિક ધોરણે 1% વધીને રૂૂ. 3,035 પ્રતિ ચોરસ ફૂટ થઈ છે, તેવું નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે.

રિપોર્ટ કહે છે કે, મહામારી બાદ અમદાવાદનું પ્રોપ્રટી બજાર ફરીથી ધમધમતુ થયું છે. મહામારી બાદ આવેલી મંદી પછી સ્થિર વૃદ્ધિ જોવા મળી છે. જે ઘર ખરીદનારાઓમાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે, જેણે વેચાણની માત્રામાં વધારો કર્યો છે. અમદાવાદ ટોચના આઠ મહાનગરોમાં સૌથી નીચા પ્રતિ સ્ક્વેર ફીટ રહેણાંક ભાવ સાથે ઐતિહાસિક રીતે સૌથી વધુ વેચાણ એફોર્ડેબલ કેટેગરીમાં (રૂૂ. 50 લાખથી નીચે) જોવા મળ્યું હતું. આ ટિકિટ-સાઇઝ કેટેગરીનો હિસ્સો ઇં1 2024માં ઘટીને 39% થઈ ગયો હતો, જે રૂૂ. 50 લાખથી રૂૂ. 1 કરોડની કિંમતના એકમોના મિડ-સાઇઝ સેગમેન્ટ કરતાં નીચે હતો, જે વેચાણમાં 41% હિસ્સો ધરાવે છે. રૂૂ. 1 કરોડથી વધુની કિંમતના એકમોના વેચાણનો હિસ્સો એક વર્ષ અગાઉ 11 ટકાની સરખામણીએ વર્તમાન ગાળામાં વધીને 20 ટકા થયો છે,નાઇટ ફ્રેંકના ઇન્ડસ્ટ્રીયલ એન્ડ લોજિસ્ટિકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બલબીલસિંહ ખાલસાએ જણાવ્યું કે, ગુજરાતમાં ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને ફાઇનાન્સિયલ માર્કેટ વધી રહ્યો છે. જેથી લોકોની આવક વધી ગઈ છે. જેથી લોકો પ્રીમિયમ સેગમેન્ટમાં ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. પરિવારના સભ્યોની સંખ્યા વધતા મોટા ઘરોની જરૂૂરિયાત ઊભી થઈ રહી છે. હવે 1 બીએચકેની નવી સ્કીમો લોન્ચ થવાની લગભગ બંધ થઈ ગઈ છે.

પશ્ર્ચિમ વિસ્તારમાં સૌથી વધુ વેચાણ
મોટાભાગના લોકો પશ્ચિમ અમદાવાદમાં રહેણાંક મકાનો ખરીદવાનું વધુ પસંદ કરે છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ પર સતત નવા પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે. છેલ્લા છ માસમાં ગોતા, ન્યૂ રાણીપ, ત્રાગડ, ચાંદખેડા, મોટેરામાં સૌથી વધુ 30 ટકા મકાનો વેચાયા છે. એસજી હાઈવે, પ્રહલાદનગર, બોપલ, થલતેજ, સાયન્સ સિટી વિસ્તારમાં 29 ટકા મકાનો વેચાયા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement