For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોઠારીયામાં વારસાઇ મિલકત મુદ્દે બોલી બઘડાટી: ત્રણને ઇજા

05:45 PM Jun 17, 2024 IST | Bhumika
કોઠારીયામાં વારસાઇ મિલકત મુદ્દે બોલી બઘડાટી  ત્રણને ઇજા
oplus_2097152
Advertisement

શહેરની ભાગોળે આવેલા કોઠારીયા ગામે વારસાઇ મિલ્કત મુદ્દે મારા મારી થઇ હતી. જેમાં સામ સામે ત્રણ વ્યકિતને ઇજા પહોંચી હતી. જેમાં પ્રૌઢ અને આધેડને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર કોઠારીયા ગામે રહેતા દેવાભાઇ નોંધાભાઇ ખરગીયા (ઉ.વ.45) અને તેના મોટા ભાઇ અરજણભાઇ નોંધાભાઇ (ઉ.વ.60) સાંજના સાતેક વાગ્યાના અરસામાં કોઠારીયા ગામે પોતાની વાડીએ હતા. ત્યારે નાથા ખરગીયા સહિતના શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો હતો.
જ્યારે વળતા પ્રહારમાં નાથાભાઇ બાંધાભાઇ ખરગીયા (ઉ.વ.50) ઉપર અરજણ સહિતના શખ્સોએ હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. સામ સામી મારામારીમાં ત્રણ વ્યકિતને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં બંને પરિવાર વચ્ચે વારસાઇ જમીન મુદ્દે ચાલતી અદાવતમાં મારામારી થઇ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement