For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોલ્ડ અભિનેત્રી પૂનમ પાંડેનું 32 વર્ષની ઉંમરે કેન્સરથી મોત

06:43 PM Feb 02, 2024 IST | Bhumika
બોલ્ડ અભિનેત્રી પૂનમ પાંડેનું 32 વર્ષની ઉંમરે કેન્સરથી મોત

2011માં ભારત વર્લ્ડ કપ જીતે તો નિર્વસ્ત્ર થવાની જાહેરાત કરી હતી

Advertisement

બોલીવુડની બોલ્ડ અભિનેત્રી પૂનમ પાંડેનું નિધન થયું હોવાનાં આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. તેણીનું ગઈકાલે રાત્રે અવસાન થયું, હતું એવું તેની ટીમે કહ્યું હતું. તેના મૃત્યુના સમાચાર સૌથી પહેલા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી પોસ્ટમાં સામે આવ્યા હતા. માત્ર 32 વર્ષીય અભિનેત્રીનાં નિધનનાં સમાચારે બોલીવુડ અને ફેન્સને ઝટકો આપ્યો હતો ફેન્સ અને બોલીવુડ આઘાતમાં છે.

પૂનમ પાંડે લોકપ્રિય મોડલ હતી. તેણીએ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ પહેલા એક વિડિયોમાં વચન આપ્યું હતું કે જો ભારત ફાઇનલ મેચ જીતશે તો તે નિર્વસ્ત્ર થશે ત્યારે તેણીની લોકપ્રિયતા આસમાને પહોંચી હતી. તેણીના દાવા સાથે, આ પ્રથમ વખત તેણીએ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની તરફ ધ્યાન દોર્યું હતું.

Advertisement

પૂનમે પણ થોડા સમય માટે સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા હતા. તેણીનાં લગ્ન દરેક માટે આશ્ચર્યજનક હતા, તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અને ફોટો શેર કરતા હતા. જોકે, લગ્ન ટક્યા ન હતા. તેણીએ 2020 માં તેમના લગ્ન પછી તરત જ તેના પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.પૂનમ છેલ્લે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા હોસ્ટ કરાયેલ લોક અપની પ્રથમ સીઝનમાં જોવા મળી હતી. જોકે તેણી શો જીતી શકી ન હતી, તેણીએ તેના ફેનબેઝ પણ ઘણો વિસ્તાર્યો હતો. કંગના રનૌતની લોક અપની પ્રથમ સિઝન સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકીએ જીતી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement