For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં બોગસ એકાઉન્ટ કાંડ: 170 કરોડની છેતરપિંડી

11:47 AM Apr 01, 2024 IST | Bhumika
ભાવનગરમાં બોગસ એકાઉન્ટ કાંડ  170 કરોડની છેતરપિંડી
  • લોનના બહાને રત્નકલાકારના નામે ત્રણ બેન્ક ખાતા ખોલી રકમ ઉપાડી લીધી, પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

Advertisement

ભાવનગર જિલ્લાના ખોખરા ગામે રહેતા રહેતા યુવકને લોન મળશે તેવું કહી જુદા જુદા રાજ્યમાં ત્રણ બેન્કમાં ખાતા ખોલાવી, બારોબાર બોગસ જી.એસ.ટી. પેઢી ખોલાવી પાંચ શખ્સોએ ત્રણેક જેટલા યુવકોના ખાતામાં આવેલા કરોડો રૂૂપીયા બારોબાર ઉઠાવી લઇ છેતરપિંડી આચર્યાની પાંચ શખ્સો વિરૂૂદ્ધ યુવકે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામે રહેતા અરવિંદભાઇ કેશવભાઇ કંટારીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ગામે મકાનનું કામ ચાલું હતું જેમાં રૂૂપીયાની જરૂૂર પડતાં તેના ગામના મિત્ર કિશોર મગનભાઇ ખસીયાને લોનની જરૂૂર હોવાની વાત કરતા કિશોરે તેના મળતીયા બાબુ ચુડાસમા (રહે. માલણકાવાળા)ને વાત કરતા બંન્ને શખ્સોએ અરવિંદભાઇને મુંબઇના પનવેલ, રાજસ્થાનના જોધપુર તેમજ ચેન્નઇ લઇ જઇ, અભય અરવિંદભાઇનો ફાયદો ઉઠાવી, મુખ્ય સુત્રધાર મુકેશ ઉર્ફે અનીલ ઉર્ફે ટાઇગર અગ્રવાલ, રમેશ ઉર્ફે સુનીલ અગ્રવાલ, રમેશ અગ્રવાલના ડ્રાઇવર રાહુલએ મેળાપીપણું કરી, અરવિંદભાઇના ત્રણ રાજ્યમાં જુદા જુદા બેન્કમાં ખાતા ખોલાવી, આધાર કાર્ડ, પાનકાર્ડના આધારે સિમકાર્ડ મેળવી તે સીમકાર્ડથી બોગસ જી.એસ.ટી. નંબર મેળવી ખોટી પેઢી ખોલી હતી. જે બાદ અરવિંદભાઇના ખાતામાં લોન ન આવતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પાંચેય શખ્સોએ અરજી પાછી ખેંચી લેવા સહિતની ધમકી આપતા અરવિંદભાઇએ પાંચેય શખ્સો વિરૂૂદ્ધ છેતરપિંડી કર્યાની વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

પાંચેય શખ્સોએ 170 કરોડથી ઉપરની રકમની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું અને હજું પણ કેટલાંક શકમંદોના નામ ખુલે તેવી તપાસમાં શક્યતા રહેલી છે. ઉપરાંત અરવિંદભાઇની સાથે ગયેલા હાર્દિક ભીમજીભાઇ વાઘેલા તેમજ પ્રકાશભાઇ પરમાર સાથે પણ છેતરપિંડી થયાનું ફરિયાદમાં જણાવ્યું હતું. બેન્કમાં ખાતું ખોલાવવાના ત્રણેય યુવકોને દસ-દસ હજાર ચુકવ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement