For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાં ત્રણ રાઉન્ડના અંતે ભાજપના વિનોદ ચાવડા 14000 મતથી આગળ

02:23 PM Jun 04, 2024 IST | admin
કચ્છમાં ત્રણ રાઉન્ડના અંતે ભાજપના વિનોદ ચાવડા 14000 મતથી આગળ

કચ્છ લોકસભા બેઠક પર આજે ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 8:00 કલાકે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ ત્રણ રાઉન્ડમાં વિનોદ ચાવડા 14,000 મતથી તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલન પર સરસાઈ ધરાવી અને આગળ છે.

Advertisement

જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટર અમિત અરોરાની આગેવાની હેઠળ અને ઓબ્ઝર્વની ઉપસ્થિતિમાં સવારે 8:00 કલાકે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી 14 ટેબલ પર તમામ વિધાનસભા મત વિસ્તારની એક સાથે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી કાયદોને વ્યવસ્થાની બાબતમાં પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા મત ગણતરી કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો પ્રથમ ત્રણ રાઉન્ડની ગણતરી સંપન્ન થઈ છે વિનોદ ચાવડા સરસાઈ ધરાવી અને હેટ્રિક તરફ આગળ વધી રહ્યા છે મત ગણતરી કેન્દ્રની બહાર મોટી સંખ્યામાં અત્યારથી જ લોકોના ટોળા જોવા મળી રહ્યા છે જોકે આ વખતે ભાજપ એ રાજકોટના અગ્નિકાંડના બનાવને ધ્યાને લઈ ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે પરંતુ પક્ષ કાર્યાલય ખાતે આવકાર કાર્યક્રમનું બપોરે 3:00 વાગ્યે આયોજન કરાયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement