For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં 3.76 લાખની લીડ સાથે ભાજપના નિમુબેન વિજેતા

04:32 PM Jun 04, 2024 IST | admin
ભાવનગરમાં 3 76 લાખની લીડ સાથે ભાજપના નિમુબેન વિજેતા
Advertisement

ભાવનગર લોકસભા બેઠક ઉપર સતત નવમી વખત ભાજપના ઉમેદવારના વિજય પતાતા લહેરાશે. 3.76 લાખથી વધુ મતોની સરસાઈથી ભાજપના નિમુબેન વિજેતા બની ગયો છે. જોકે ભાજપની પાંચ લાખની લીડ સુધી તેઓ પહોંચી શકશે નહીં. ભાજપના ઉમેદવારને 5,79,535 જ્યારે આપના ઉમેદવાર ઉમેશ મકવાણાને બપોરે 3 વાગ્યા સુધીમાં 2,03,241 મત મળ્યા હતા.

ભાવનગર લોકસભા બેઠકની મતગણતરી સવારે હાથ ધરાઇ હતી. શહેર ના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સરકારી ઇજનેરી કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂૂ થઇ હતી આ મત ગણતરી માં 1500 કર્મચારીઓ ફરજ માં જોડાયા છે પ્રથમ પોસ્ટલ બેલેટ ની મત ગણતર શરૂૂ કરાઈ હતી. ઈ.વી.એમ.ની મતગણતરી માટે વિધાનસભા બેઠકદીઠ 14 ટેબલ ફાળવવામાં આવ્યાં છે. આમ, સાત વિધાનસભા બેઠકદીઠ કુલ સાત હોલમાં કુલ 98 ટેબલો પર ઈ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવી રહી છે. ભાવનગર લોકસભા બેઠકમાં ઈ.વી.એમ.ની કુલ 144 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે કુલ 37 ટેબલો પર બેલેટની મતગણતરી કરવામાં આવી હતી.

Advertisement

મતગણતરી કેન્દ્ર ખાતેની તમામ કામગીરી માટે અંદાજે 1500 જેટલા સિવિલ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કર્મચારીઓ સવારે પાંચ કલાકે ફરજ પર હાજર ગયા હતા અને કામગીરી શરૂૂ કરી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટાફને બંદોબસ્તની વિવિધ ફરજ સોંપવામાં આવી હતી.

ભાવનગર લોકસભા બેઠક ઉપર સતત નવમી વખત ભાજપનો વિજય નિશ્ચિત બન્યો છે. આ લખાઈ રહી છે ત્યારે આજે બપોરે 2:00 વાગે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયાની જીત નિશ્ચિત બની છે. જ્યારે તેના હરીફ આપ ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા કાઉન્ટિંગ સેન્ટર છોડીને ચાલ્યા ગયા હતા. ભાજપના નિમુબેન 3.76ની લીડથી વિજેતા બને તેવી પૂરી સંભાવના છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement