For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ચંદુભાઈ શિહોરા અઢી લાખ મતથી વિજેતા જાહેર

05:28 PM Jun 04, 2024 IST | Bhumika
સુરેન્દ્રનગર બેઠક ઉપર ભાજપના ચંદુભાઈ શિહોરા અઢી લાખ મતથી વિજેતા જાહેર
Advertisement

ગુજરાત મિરર, સુરેન્દ્રનગર તા. 4
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ચંદુભાઈ શિહોર ની જીત થઈ છે. આ બેઠક પર કોળી સમાજનો પ્રભુત્વ છે અને આ વખતે બંન્ને કોળી સમાજ નેતાઓ વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો. 62 વર્ષીય ચંદુભાઈ ઇઊ ઈશદશહ સુધીનો અભ્યાસ કરેલો છે. જેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો તેઓ હળવદ પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન છે. મોરબીમાં જિલ્લા પચંયાતમાં પણ પ્રમુખ તરીકે રહી ચુક્યાં છે. જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ પણ રહી ચુક્યાં છે.

જેઓ ચુંવાળિયા કોળી સમાજજનો અગ્રણી ચહેરો છે. સામાજિક અને શૈક્ષણિક કાર્યો સાથે જોડાયેલા રહે છે.
ઋત્વિક મકવાણા ચોટીલાના પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત સેવા દળના અધ્યક્ષ રહી ચુક્યા છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રહી ચુક્યા છે. અખિલ ભારતીય કોળી સમાજનો પ્રમુખ તરીકેવી જવાબદારી અગાઉ નીભાવી ચુક્યા છે. 2019ની ચૂંટણી પરિણામ અંગે વાત કરીએ તો ભાજપના મહેન્દ્ર મુંજપરાની 2019માં જીત થઈ હતી. જેમને 6,31,844 મત મળ્યા હતા. જેમની જીતનું માર્જિન 2,77,437 રહ્યું હતુ. તેમના સામે સુરેન્દ્રનગર લોકસભામાં કોંગ્રેસના સોમા ગાડા પટેલની 2019માં હાર થઈ હતી. જેમને 3,54,407 મત મળ્યા હતાં.

Advertisement

જ્ઞાતિ સમીકરણ અંગેની વાત કરીએ તો સુરેન્દ્રનગર બેઠક પર અંદાજે 20.2 લાખ મતદારો છે.
જેમાં કોળી 5.89 છે. ક્ષત્રિય 2.23 લાખ, દલિત 2.03 લાખ, માલધારી 1.83 લાખ, પાટીદાર 1.83 લાખ, મુસ્લિમ 1 લાખ, બાહ્મણ 61 હજાર, જૈન 41 હજાર તેમજ અન્ય 4.47 લાખ જેટલા છે. સુરેન્દ્રનગર બેઠક પર 55.09 ટકા મતદાન થયુ હતું. જેમાં વિરમગામમા 56.41 ટકા, ધંધુકામા 50.88 ટકા, દસાડામાં 57.50 ટકા, લીમડીમા 53.20 ટકા,વઢવાણમાં 54.57 ટકા, ચોટીલામાં 57.69 ટકા જ્યારે ધાંગધ્રામા 55.49 ટકા મતદાન નોંધાયું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement