For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થેંક યૂ પણ ન બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી ભાજપના કાર્યકરો સાથે દ્રોહ કરાયો છે: સંઘાણી બાદ કાછડિયાએ તોપ ફોડી

04:51 PM May 10, 2024 IST | Bhumika
થેંક યૂ પણ ન બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી ભાજપના કાર્યકરો સાથે દ્રોહ કરાયો છે  સંઘાણી બાદ કાછડિયાએ તોપ ફોડી
Advertisement

કાલે ભાજપમાં આવેલા સ્ટેજ ઉપર બેસે અને 35-35 વર્ષથી બુંગણ પાથરતા સિનિયરોને સામે બેસવું પડે તે કેટલે અંશે વાજબી ?

દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકોના ડિરેકટરની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વાળા ઉમેદવારને ભાજપના જ કદાવર નેતાઓએ હરાવી દેતા ગુજરાત ભાજપમાં આવેલા ભુકંપ બાદ હવે આફટર શોક પણ શરૂ થયા હોય તેમ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીના ઈલુ ઈલુ વાળા નિવેદન સામે અમરેલીના ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયાએ પણ બળાપો કાઢી આડકતરો જડબાતોડ જાબ આપ્યો છે.

Advertisement

ગઈકાલે ઈફકોના ડિરેકટરની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સરકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ચાલતું ઈલુ ઈલુ બંધ કરલા મેન્ડેટ પ્રથા લાવ્યાના આપેલા નિવેદન સામે ભાજપના જુના જોગી અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આકરો જવાબ આપ્યાના ગણતરીના કલાકોમાં જ તેના રાજકીય ગઢ અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ પણ સી.આર.પાટીલની નીતિ રીતિ સામે વેધક સવાલો ઉઠાવ્યા છે.

ખાસ કરીને કોંગ્રેસનાં નેતાઓને રાતોરાત ભાજપમાં ભેળવી ટિકીટો અને હોદ્દાઓની લહાણી કરી પક્ષના જ શક્તિશાળી નેતાઓને કદ પ્રમાણે વેતરલાની ચાલતી પ્રવૃતિ સામે હવે ભાજપના જ નેતાઓ કાર્યકરોમાં દબાયેલી સ્પીંગ ઉછળી રહી હોય તેવા સૂર બહાર આવી રહ્યાં છે. આજે ઈફકોની ચૂંટણીમાં દિલીપ સંઘાણી ચેરમેન તરીકે બિનહરીફ ચુંટાતા અમરેલીના સાવરકુંડલામાં ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં સાંસદ નારણભાઈ કાછડીયાએ જાહેરમાં નારાજગી વ્યકત કરી હતી.

અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ સનસનીખેજ આરોપ લગાવ્યો કે અમરેલીમાં મજબૂત ચહેરાઓ હતા પણ તેમને ટિકિટ મળી ન હતી. ગુજરાતીમાં થેંક્યુ પણ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપીને કાર્યકરો સાથે દ્રોહ કરાયો છે. હું અહિંથી સમગ્ર જિલ્લાના કાર્યકરોને મેસેજ આપુ છુ કે તમારો નારણ કાછડીયા હજી જીવે છે, ભાજપના કાર્યકરો માટે છેલ્લા શ્ર્વાસ સુધી હું લડી લઈશ.

તેમણે જણાવેલ કે, ગઈકાલે દિલીપભાઈએ કહ્યું કે, કોંગ્રેસમાંથી કે આપમાંથી સવારે આવે, બપોરે તેમને હોદો મળે અને બીજા દિવસે એમને કેબિનેટના મંત્રીના પદ મળી જાય… સંગઠનના પદ મળી જાય… ધારાસભ્યની ટિકીટો મળી જાય… તો ભાજપના સાંસદ તરીકે કહું છું કે, તમે તેને પાર્ટીમાં લ્યો કોઈ વાંધો નથી, તમે પાર્ટીના નિયમો પ્રમાણે લેવા જોઈએ અને પાણે લઈએ… આપણે સરવાળો કરવાનો છે. બાદબાકી નથી કરવાની. પરંતુ ભાજપના કાર્યકરોના ભોગે નહીં. ભાજપનો કાર્યકર 35-35 વર્ષથી બુંગણ પાથરતો હોય, ભાજપના ઝંડા લગાડતો હોય, ભાજપના નારા લગાવતો હોય પણ તમે કાલે લઈ આવો તે સ્ટેજ ઉપર બેસતો હોય અને ભાજપનો સિનિયર કાર્યકર સામે બેઠો હોય તે કેટલે અંશે વ્યાજબી છે.

અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ ચૂંટણીના મતદાન બાદ હવે બળાપો વ્યક્ત કર્યો છે. તેમણે એક બેઠકમાં કહ્યું હતું કે હું 35 થી 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલો છું અને કાર્યકર્તા સાથે જોડાયેલો છું. કાર્યકર માટે રાત્રિના પણ કોલ કરજો, તમારા માટે હું દોડ્યો આવીશ. તેમણે આરોપ પણ લગાવ્યો કે ભાજપના કાર્યકર્તાઓને તોડવાની ધમકીઓ આપતા હતા અને પોલીસની ધમકીઓ આપતા હતા.

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નારણ કાછડીયાની નારાજગી બહાર આવી હતી. કોંગ્રેસને પ્રોત્સાહન મળે ટિકિટ મળે ને ભાજપના કાર્યકરને સામે બેસવું પડે તે વ્યાજબી નથી તેમ જણાવતાં નારણ કાછડીયાએ કહ્યું કે ભાજપની વિશાળ કાર્યકર્તાઓની ફોજ હોવા છતાં વિપક્ષ હંફાવે છે. અમરેલી લોકસભામાં દોઢ લાખ મત ઓછા પડ્યા તેમ નારણ કાછડીયાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે 2019 માં 2 લાખ ઉપરાંતની જીત્યા હતા કે જિલ્લા પંચાયત કે એકપણ ધારાસભ્ય ન હતા છતાં ભાજપને લીડ મળી હતી.

અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે સિલેક્સનમાં 23 લાખની વસ્તી અને 17 લાખ મતદાતાઓનો ભાજપે દ્રોહ કર્યો હોવાનો આરોપ નારણ કાછડીયાએ લગાવ્યો હતો.

નારણ કાછડીયાએ સનસનીખેજ આરોપ લગાવતાં કહ્યું કે અમરેલી બેઠકમાં દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, બાવકુ ઊંધાડ, ડો.કાનાબાર, હિરેન હીરપરા જેવા ભાજપમાં મજબૂત ચહેરાઓ હતા પણ ગુજરાતીમાં થેંકયુ પણ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકીટ આપી તે ભાજપના કાર્યકર સાથે દ્રોહ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement