For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં શનિવારે તિરંગા યાત્રા

04:59 PM Aug 08, 2024 IST | Bhumika
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી  નડ્ડાની ઉપસ્થિતિમાં શનિવારે તિરંગા યાત્રા
Advertisement

શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે આઝાદીના અમૃત મહોત્સવ અતંર્ગત દેશભરમાં તા.15 ઓગષ્ટ સુધી દરેક ઘરે તિરંગાનો કાર્યક્રમ યોજવામાં આવશે. તે અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહયો છે. ત્યારે તા.10 થી તા.15 ઓગષ્ટ દરમ્યાન શહેરના તમામ ઘરો પર અને શહેરના મુખ્યમાર્ગો પર તિરંગા લહેરાવવામાં આવશે સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ ઉભો કરવા કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણા માટે ઘણુ મહત્વ ધરાવે છે, તે આપણને ગર્વનો અનુભવ કરાવે છે.

ભારતનો રાષ્ટ્રધ્વજ શાંતિ, પ્રેમ અને એક્તાનું પ્રતિક છે. ત્યારે દેશના પ્રત્યેક ઘરો અને સંસ્થાઓમાં ધ્વજ ફરકાવવાથી લોકો વ્યક્તિગત રીતે રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈ શકે અને સમગ્ર દેશને આઝાદીના ઉત્સવને આઝાદીમય બનાવવા માટે આવતીકાલ તા.10/8 શનિવારના રોજ સવારે 10.00 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની ઉપસ્થિતિમાં તીરંગા યાત્રા યોજવામાં આવશે. જે યાત્રા બહુમાળી ભવન સરદાર પટેલની પ્રતિમાથી અકીલા ચોક (જીલ્લા પંચાયત ચોક), કિશાનપરા ચોક, મેયર બંગલો, પોલીસ હેડકવાટરે સમાપન કરવામાં આવશે. આ તિરંગા યાત્રામાં 1 કિલોમીટર લાંબા તિરંગા સાથે ડી.જે., નાસિક ઢોલ, રંગબેરંગી છત્રી, રાસ મંડળી, 3 કલરના ગેસ બલુન સહિત સમગ્ર રૂૂટ ઉપર અલગ અલગ જગ્યાએ સ્ટેજ બનાવી સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે, આ રૂૂટ ઉપર ફોટોગ્રાફી, વિડીયો ગ્રાફી, રીલ્સ અને લાઈવ ટેલીકાસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.

Advertisement

આ રેલીના સમગ્ર રૂૂટને સુશોભિત કરવા રૂૂટ ઉપર ફુલની પાંદડી, રૂૂટમાં આવતી મોટી બિલ્ડીંગો ઉપર તિરંગો લગાડવામાં આવશે. ગા યાત્રામાં સાધુ સંતો તેમજ સમાજ આ તિરંગા યાત્રામાં સાધુ સંતો તેમજ સમાજ આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહેશે. આ યાત્રામાં રાજકોટ શહેરની તમામ સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ, હોમગાર્ડ,એનસીસી, એનએસએસ, પોલીસ જવાનો, દરેક સમાજો અને એસોશીએશનો, આંગણવાડી આશાવર્કરો, ખાનગી તેમજ સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીઓ, સેલ્ફ ફાયનાન્સ સ્કુલ અને કોલેજ મેનેજમેન્ટ, શિક્ષણ સમિતિના ધોરણ-7 અને 8 ના વિદ્યાર્થીઓ અને સ્ટાફ,કોર્પોરેશન સંચાલિત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, ગ્રાન્ટેડ સ્કુલો, રાજકોટ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, નામાંકિત રમતવીરો, બ્રહ્માકુમારી સંસ્થા સાથે અનેક ધાર્મિક સંસ્થાઓ, તમામ એન.જી.ઓ. સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સહિત સમગ્ર શહેરીજનોને આ તિરંગા યાત્રામાં જોડાવા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

આજે સાંજે શહેરના તમામ વોર્ડમાં તિરંગા યાત્રા અંતર્ગત બેઠકો યોજવામાં આવશે જેમાં રાજકોટ શહેરના ભાજપના અગ્રણી હોદેદારો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, મેયર, પૂર્વ મેયર સહિતના આગેવાનો બેઠકમાં વકતા તરીકે ઉપસ્થિત રહેશે. આ વોર્ડ બેઠકમાં જે તે વોર્ડમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement