For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં અત્યાર સુધીના વલણોમાં ભાજપ 22 તો કોંગ્રેસ 4 બેઠક પર આગળ, જુઓ LIVE

09:57 AM Jun 04, 2024 IST | Bhumika
ગુજરાતમાં અત્યાર સુધીના વલણોમાં ભાજપ 22 તો કોંગ્રેસ 4 બેઠક પર આગળ  જુઓ live
Advertisement

આજે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. આજે સવારે 8 વાગ્યાથી 542 લોકસભા સીટોની મતગણતરી શરૂ કરવામાં આવી. ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો માટે મતગણતરી શરુ થઇ છે. ગુજરાતની 26માંથી આ 25 બેઠકો પર કુલ 266 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાત લોકસભાની 21 સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ 4 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી બાદ હવે પરિણામો આવવાનાં શરૂ થઈ ગયા છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, જામનગર, પાટણમાં કોંગ્રેસ આગળ છે.

આપને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી પહેલા જ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં તથા અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક ભાજપના ફાળે ગઈ છે. તો મતદાનની વાત કરીએ તો ગુજરાતમાં ગત 7 મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત લોકસભામાં 60.13 ટકા મતદાન થયું હતું.

Advertisement

ચૂંટણી પરિણામોમાં ભાજપ અને સાથી પક્ષોને ધાર્યા કરતા ઓછી બેઠકોનો અણસાર આવતા જ સેન્સેક્સમાં ૩૩૮૮ પોઇન્ટનો કડાકો

ભાવનગરથી નીમુબેન બાંભણીયા 1, 17, 417 મતથી આગળ

ભરૂચથી મનસુખ વસાવા 51 હજાર મતથી આગળ

પોરબંદર લોકસભા સીટ પર મનસુખ માંડવીયા 105296 મતોથી આગળ

BJP ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 87 મતોથી આગળ, પરસોતમ રૂપાલા ની સતત વધી રહી છે લીડ, પરસોતમ રૂપાલાની જીત નિશ્ચિત

બારડોલી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા આગળ

બારડોલી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી 44,380 મતથી આગળ ચાલી રહ્યા છે.

ભરુચમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા આગળ

ભરુચમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 38000 મતથી આગળ. ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા અને AAPના ચૈતર વસાવા વચ્ચે જંગ છે.

રાજકોટ

BJP ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 87 મતોથી આગળ, પરસોતમ રૂપાલા ની સતત વધી રહી છે લીડ, પરસોતમ રૂપાલાની જીત નિશ્ચિત

Advertisement
Tags :
Advertisement
Advertisement