For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જુનાગઢ-જામનગરમાં પ્રારંભિક પછડાટ બાદ ભાજપ આગળ

02:32 PM Jun 04, 2024 IST | Bhumika
જુનાગઢ જામનગરમાં પ્રારંભિક પછડાટ બાદ ભાજપ આગળ
Advertisement

કોંગ્રેસના હીરા જોટવા સામે ભાજપના સાંસદ 35 હજાર મતથી આગળ નિકળી ગયા: જામનગરમાં પણ ભાજપના કદાવર નેતા પૂનમબેન માડમને જબરી ટક્કર આપતા નવા નિશાળીયા જેવા જે.પી.મારવીયા

લોકસભાની આજે થઇ રહેલી મતગણતરીના પ્રારંભિક ટ્રેન્ડ બહાર આવી રહ્યા છે. તે મુજબ પ્રથમ દોઢ કલાકની બેથી ત્રણ રાઉન્ડના અંતે જુનાગઢમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઇ જોટવા આગળ નીકળી ગયા હતા. કોંગ્રેસે લડત આપ્યા બાદ રાઉન્ડ વધતાની સાથે જ ભાજપે લીડ કાપી હતી અને 35 હજાર મતથી આગળ નીકળી ગયુ હતુ.

Advertisement

જ્યારે જામનગર બેઠક ઉપર પણ ભાજપના કદાવર સાંસદ પૂનમબેન માડમને કોંગ્રેસના નવા નિશાળીયા જેવા જે.પી.મારવીયા હંફાવી રહ્યા છે અને શરૂઆતમાં મારવીયા આગળ નીકળી ગયા બાદ પૂનમબેને સાઇડ કાપી હતી. આ બેઠક ઉપર ભારે રસાકસી જોવા મળી રહી છે.

જૂનાગઢ લોકસભા બેઠક પર મત ગણતરીની શરૂઆતમાંજ મોટા ઉલટ ફેરના સંકેત મળી રહ્યા હતા. પરંતુ ભાજપના ઉમેદવાર આગળનીકળી ગયા છે. જૂનાગઢમાં મતગણતરીની શરૂઆતથી જ કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઇ જોટવા ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા કરતા આગળ ચાલી રહ્યા હતા. જુનાગઢ લોકસભા મત ગણતરીના ચાર રાઉન્ડના અંતે કોંગ્રેસ 4977 મતની લીડથી આગળ હતા. જેમાં કોંગ્રેસના હિરાભાઇ જોટવાને 1,11,970 મત મળ્ય છે. જયારે ભાજપના રાજેશભાઇ ચુડાસમાને 106993 મત મળ્યા છે. જ્યારે મતગણતરીનો રાઉન્ડ આગળ વધતા ભાજપના ઉમેદવારે કોંગ્રેસની લીડ કપાત 35 હજાર મતથી આગળ નીકળી ગયા હતા.
જુનાગઢ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનો દબદબો રહ્યો છે અને 10 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે. જયારે આ વર્ષે મત ગણતરીની શરૂઆતમાં જ ઉથલપાથલના એંધાણ દેખાયા હતા અને કોંગ્રેસ ભારે લીડથી આગળ રહ્યું હતું.

જયારે જામનગરમાં જબરી ઉથલપાથલ જોવા મળી રહી છે. શરૂઆતમાં કોંગ્રેસના જે.પી. મારવીયાએ લીડ મેળવ્યા બાદ પુનમબેનની ગાડી 8 હજાર મતે આગળ નીકળી ગઇ હતી. પરંતુ ત્યારબાદ મારવીયાએ ગાડી ગીયરમાં નાખતા પુનમબેનની માત્ર 350 મતની લીડ રહી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement