For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રજ્વલ રેવન્નાની સેક્સ ટેપનો પર્દાફાશ કરનાર ભાજપ નેતા ગૌડાની અટકાયત

02:07 PM May 11, 2024 IST | Bhumika
પ્રજ્વલ રેવન્નાની સેક્સ ટેપનો પર્દાફાશ કરનાર ભાજપ નેતા ગૌડાની અટકાયત
Advertisement

દેવરાજ ગૌડા સામે પણ જાતીય સતામણીનો કેસ નોંધાયો છે

Advertisement

પ્રજ્વલ રેવન્ના સેક્સ ટેપનો પર્દાફાશ કરનાર બીજેપી નેતા જાતીય સતામણી કેસમાં પોલીસ દ્વારા અટકાયત કરી છે. ભાજપ નેતા દેવરાજ ગૌડાને હાસન પોલીસે તેમની સામે નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે. દેવરાજ ગૌડાને તેમની સામેના અગાઉના કેસોના સંદર્ભમાં નિયમિત પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમને પૂછપરછ માટે હાસન ખાતે લાવવામાં આવશે.

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રજ્વલ રેવન્ના સેક્સ સ્કેન્ડલ કેસમાં તેમની અટકાયત કરવામાં આવી ન હતી, દેવરાજને તેની સામે નોંધાયેલા કેસોના સંદર્ભમાં અટકાયતમાં લેવામાં આવ્યો છે.ભાજપના નેતા દેવરાજ ગૌડા વિરુદ્ધ હોલેનારસીપુરા ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાના પતિએ 30 માર્ચે દેવરાજ ગૌડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

તેને આરોપ લગાવ્યો છે કે ગૌડા તેના ઘરમાં ઘૂસી ગયો, તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને ધમકી પણ આપી. જો કે આ મામલો પ્રોપર્ટીના વેચાણ સાથે જોડાયેલો હોવાનું મનાય છે.પ્રજ્વલ રેવન્નાના કથિત સેક્સ સ્કેન્ડલનો પર્દાફાશ કરનાર બીજેપી નેતા દેવરાજ ગૌડા પર જાતીય સતામણીના આરોપો લગાવવામાં આવ્યા છે. આ કેસમાં એફઆઈઆર 1 એપ્રિલે નોંધવામાં આવી હતી. જોકે હવે આ વાતનો ખુલાસો થયો છે. દેવરાજ ગૌડા એ જ વ્યક્તિ છે જે કર્ણાટકના હસન સાંસદ પ્રજ્વલ રેવન્નાના કથિત સેક્સ સ્કેન્ડલનો પર્દાફાશ કરવામાં મુખ્ય આરોપીઓમાંથી એક માનવામાં આવે છે.

દેવરાજ ગૌડા વિરુદ્ધ હોલેનારસીપુરા ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાના પતિએ 30 માર્ચે દેવરાજ ગૌડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement