For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાજપના ઉમેદવારોને પણ EVM પર શંકાત? VVPAT મેચિંગ માટે એક ડઝનથી વધુ અરજી

05:35 PM Jun 18, 2024 IST | Bhumika
ભાજપના ઉમેદવારોને પણ evm પર શંકાત  vvpat મેચિંગ માટે એક ડઝનથી વધુ અરજી
Advertisement

તાજેતરની લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરનારા લગભગ એક ડઝન ઉમેદવારોએ ચૂંટણી પંચને અરજી કરી EVM-VVPAT તપાસની માંગ કરી છે. જેમાં ભાજપના ઉમેદવારો ઉપરાંત અન્ય પક્ષોના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. તેમની અરજીઓમાં, આ ઉમેદવારોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (EVM-VVPAT) યુનિટની મેમરી વેરિફિકેશનની માંગ કરી છે.

ETના અહેવાલ મુજબ, ચૂંટણી પંચને કુલ 10 ઉમેદવારોની અરજીઓ મળી છે જેમણે EVM-VVPAT ની ચકાસણીની તપાસની માંગ કરી છે. આમાંના મોટાભાગના ઉમેદવારોએ એકથી ત્રણ ઈવીએમ યુનિટની ચકાસણીની માંગણી કરી છે. જો કે કેટલાક ઉમેદવારોએ આના કરતા વધુ એકમોની તપાસની માંગ પણ કરી છે. આ ઉમેદવારોએ દરેક EVM યુનિટ માટે 40,000 રૂૂપિયા અને તેના પર 18 ટકા GST ચૂકવવો પડતો હતો.જેમણે આવી અરજીઓ આપી છે તેમાં મહારાષ્ટ્રની અહેમદનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સુજય રાધાકૃષ્ણ વિખેપાટીલનો પણ સમાવેશ થાય છે. તેમણે વિધાનસભા મતવિસ્તાર મુજબ ઊટખ યુનિટની તપાસની માંગ કરી છે. શરદ પવારની ગઈઙના નિલેશ જ્ઞાનદેવ લંકેએ તેમને 28929 મતોથી હરાવ્યા. આ સિવાય ઓડિશાના ઝારસુગુડાથી બીજુ જનતા દળના ઉમેદવાર દીપાલી દાસે પણ આવી જ માંગ કરી છે. તેણી લોકસભા ચૂંટણીમાં ભાજપના ટંકધર ત્રિપાઠી સામે 1265 મતોથી હારી ગઈ હતી. તેમણે ચૂંટણી પંચ પાસેથી 13 મશીનોની ચકાસણીની માંગ કરી છે.

Advertisement

લોકસભા ચૂંટણી દરમિયાન, 26 એપ્રિલના પોતાના આદેશમાં, સુપ્રીમ કોર્ટે તમામ EVM-VVPAT સ્લિપને મેચ કરવા માટેની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે મત ગણતરીના સાત દિવસની અંદર ઉમેદવારો દરેક વિધાનસભા મતવિસ્તારના વધુમાં વધુ 5 ટકા ઊટખ મશીનો તપાસવા માટે ચૂંટણી પંચને અરજી આપી શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement