For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાઇ-બહેન હોસ્ટાઇલ છતાં પુરાવાના આધારે હવસખોરને જન્મટીપ

04:23 PM May 08, 2024 IST | Bhumika
ભાઇ બહેન હોસ્ટાઇલ છતાં પુરાવાના આધારે હવસખોરને જન્મટીપ
Advertisement

12 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં પોકસો કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

રાજકોટમાં પેટીયું રળવા આવેલા શ્રમિક પરિવારની 12 વર્ષની સગીરાનું અપરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં ભોગ બનનાર સગીરા અને તેનો ભાઈ હોસ્ટાઈલ થયા હતા તેમ છતાં મેડિકલ પુરાવાના આધારે પોકસો કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા અને રૂૂ.72 હજારનો દંડ તેમજ ખોટો પુરાવો આપવા બદલ ફરિયાદીને કારણ દર્શક નોટીસ ફટકારતો હુકમ કર્યો હતો.

Advertisement

આ કેસની હકીકત મુજબ મૂળ મધ્યપ્રદેશના વાતની અને પરિવાર સાથે રાજકોટ પેટીયું રળવા આવેલા પરિવાની બાર વર્ષની સગીરા અને તેની માતા મજૂરી કામ કરવા જતા હતા ત્યારે ત્યાં મજૂરી કામ કરવા આવતા ગોંડલના બિલિયાડા ગામના અલ્પેશ જયંતીભાઈ પાતર નામના શખ્સે સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે વાતચીત કરવા મોબાઈલ ફોન લઈ દીધો હતો અને ભોગ બનનાર સાથે સંબંધ કેળવી ભોગ બનનારને લગ્નની લાલચ આપી અલ્પેશ પાતરે 12 વર્ષની સગીરાનું અપહરણ કરી ચોટીલા, જુનાગઢ અને ધોરાજી સહિતના અલગ અલગ સ્થળે લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું આ અંગે ભોગ બનનાર તરુણીના ભાઈએ યુનિવર્સિટી પોલીસ મથકમાં આરોપી અલ્પેશ પાતર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપી અલ્પેશ પાતરની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો જે કેસમાં આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળી આવતા તપાસ અધિકારી દ્વારા પોકસો કોર્ટમાં આઈપીસી કલમ 363, 360 તથા 376 એબી અને પોકસો કલમ 6 મુજબ ચાર્જશીટ દાખલ કર્યું હતું.

જે કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા મદદનીશ સરકારી વકીલ આબિદભાઈ સોસન હાજર રહ્યા હતા અને અંદાજિત 23 થી વધુ દસ્તાવેજી પુરાવો રજૂ રાખ્યા હતા અને 10 થી વધુ સાહેબોની જુબાની નોંધવામાં આવી હતી આ કેસમાં મહત્વની હકીકત એ છે કે કેસને સમર્થન કરતા મહત્વના સાહેદ એવા ભોગ બનનાર અને ભોગ બનનારના ફરિયાદી ભાઈએ બનાવને સમર્થન આપ્યું ન હતું પરંતુ ફરિયાદ પક્ષે રજૂ રાખવામાં આવેલા ભોગ બનનારના મેડિકલ તપાસણી દરમિયાન ભોગ બનનારને 17 અઠવાડિયાનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું જે અંગેનો ભોગ બનનારના તપાસ કરનાર મેડિકલ ઓફિસર તથા આરોપીની મેડિકલ તપાસણી કરનાર મેડિકલ ઓફિસરે બનાવને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું તેમ જ તપાસનીશ અધિકારીએ બનાવની હકીકત કોર્ટના રેકોર્ડ ઉપર રજૂ કરી કરી હતી અને બનાવને સમર્થન આપ્યું હતું તેમજ ભોગ બનનારની જ્યારે મેડિકલ ચકાસણી સમયે ગર્ભના ડીએનએ માટેના જે સેમ્પલો ડોક્ટરે મેળવીને પરીક્ષણ અર્થે ગાંધીનગર મોકલવામાં આવેલા હતા તે સેમ્પલો પણ પ્રીસરવેટીવ રાખવામાં આવ્યા હતા આમ ફરિયાદ પક્ષે સરકારી સાહેદો અને દસ્તાવેજી પુરાવોઓ અને મદદનીશ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં રાખી ન્યાયાધીશ બી.બી. જાદવે ભોગ બનનાર અને તેના ભાઈએ બનાવને સમર્થન આપ્યું ન હોવા છતાં મેડિકલ એવિડન્સને ધ્યાનમાં રાખી આરોપી અલ્પેશ જયંતીભાઈ પાતરને આજીવન જીવે ત્યાં સુધી કેદની સજા અને રૂૂ.72 હજાર દંડ તેમજ ખોટો પુરાવો આપવા બદલ ફરિયાદીને કારણ દર્શક નોટીસ ફટકારતો હુકમ કર્યો હતો.આ કેસમાં સરકાર તરફે સરકાર મદદનીશ સરકારી વકીલ આબિદભાઈ સોસન રોકાયા હતા.

દુષ્કર્મના ખોટા કેસમાં યુવતીને 4.5 વર્ષની સજાનો હુકમ
ઉત્તરપદેશમાં વર્ષ 2019માં એક કિશોરીની માતાએ અજય ઉર્ફે રાઘવ વિરુદ્ધ પોતાની 15 વર્ષની દિકરીના અપહરણ અને બળાત્કારનો કેસ કર્યો હતો. કે તે પીડિતની બહેનની સાથે એક કંપનીમાં નોકરી કરતો હતો. જેને કારણે પીડિત કિશોરી સાથે પણ તેને પરિચય હતો. પોતાની ફરિયાદમાં કિશોરીએ એવો દાવો કર્યો હતો કે રાઘવે તેને પ્રસાદમાં નશીલી દવા ખવડાવી હતી અને તેને પોતાની સાથે દિલ્હી લઈ ગયો હતો. જ્યાં એક રૂૂમમાં બંધ કરી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેની ફરિયાદને પગલે રાઘવને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. જોકે કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ કરનાર કિશોરીએ પોતાનું નિવેદન ફેરવી તોળતા જણાવ્યું હતું કે, રાથવે તેનું અપહરણ કે તેની પર બળાત્કાર ગુજાર્યો નહોતો.કિશોરીએ આપેલા નિવેદનને પગલે કોર્ટે ખોટા નિવેદનો આપવા બદલ તેની ઝાટકણી કાઢી યુવતીને યુવકે જેટલાં વર્ષ જેલમાં ગાળ્યાં હતાં તેટલી જ એટલે કે 4.5 વર્ષની જેલની સજાનો આદેશ કર્યો હતો. જ્યારે યુવકને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement