For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મીઠાપુર નજીક કારની અડફેટે બાઈક સવાર દંપતી, પુત્રી ઇજાગ્રસ્ત

05:49 PM Jun 10, 2024 IST | Bhumika
મીઠાપુર નજીક કારની અડફેટે બાઈક સવાર દંપતી  પુત્રી ઇજાગ્રસ્ત
Advertisement

 ઓખા મંડળના પોશીત્રા વિસ્તારમાં રહેતા ઈલિયાસભાઈ અયુબભાઈ ચાવડા નામના યુવાન તેમના પત્ની રહેમતબેન તથા પુત્રી માસુમબેનને લઈને તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે આરંભડા સીમ વિસ્તારમાં જી.આઈ.ડી.સી. નજીકથી પસાર થતી વખતે પૂરઝડપે અને બેફિકરાઇપૂર્વક આવી રહેલા જી.જે. 03 એચ.આર. 6285 નંબરના એક ઈક્કો મોટરકારના ચાલકે ઇલિયાસભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ઈલિયાસભાઈ, તેમના પત્ની રહેમતબેન અને પુત્રી માસુમબેનને ઈજાઓ થયાની ફરિયાદ મોસીન ઈલિયાસભાઈ ચાવડાએ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવી છે. અકસ્માત સર્જી, આરોપી કાર ચાલક નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે કાર ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement