For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં સૌથી મોટી લીડ પાટીલને, સૌથી ઓછી ગેનીબેનને

01:22 PM Jun 05, 2024 IST | Bhumika
ગુજરાતમાં સૌથી મોટી લીડ પાટીલને  સૌથી ઓછી ગેનીબેનને
Advertisement

પાટીલે તેનો જ રેકોર્ડ તોડી 7.73 લાખની લીડ મેળવી, અમિત શાહ 7.44 લાખની લીડ સાથે બીજા નંબરે, પાટણમાં ભાજપની સીટ માંડ બચી, પાંચ લાખથી વધુ મતની લીડ માત્ર ત્રણ બેઠક ઉપર

ગુજરાતમાં લોકસભાની સુરત બેઠક બિનહરીફ થયા બાદ બાકીની 25 બેઠકોના પરિણામો આવી જતાં બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય થયો છે. જ્યારે બાકીની 24 બેઠકો ભાજપે જાળવી રાખી છે. રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સૌથી વધુ 7 લાખ 73 હજાર મતનીલીડ મેળવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછી લીડ કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 30,406 મતની મળી છે.

Advertisement

આ સિવાય ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજા નંબરે 7,44,716 મતની લીડથી વિજેતા થયા છે. રાજકોટની સૌથી ચર્ચાસ્પદ અને હાઈવોલ્ટેજ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા આ બેઠકની અત્યાર સુધીની સૌથી મોટી 484260 મતની લીડ મેળવી તમામ આગાહીકારોના ગણીત ઉંધા પાડી દીધા છે.
પાટણની બેઠક ઉપર કોંગ્રેસના ચંદનજી ઠાકોરે ભાજપને જબરી ટક્કર આપી હતી એ પોણાભાગની મતગણતરી થઈ ત્યાં સુધી કોંગ્રેસના ઉમેદવાર આગળ હતા પરંતુ છેલ્લા પાંચેક રાઉન્ડમાં ભાજપના ભરતસિંહ ડાભી લીડ કાપીને 31,876 મતથી વિજેતા બન્યા હતાં.

જો કે, ગુજરાતમાં 26માંથી 25 બેઠકો મેળવી હોવા છતાં ભાજપને પાંચ લાખથી વધુની લીડ માત્ર નવસારી, ગાંધીનગર અને બરોડામાં જ મળી છે આ ઉપરાંત રાજ્યની તમામ 26 બેઠકો મેળવવાનો ભાજપનો ગોલ પણ પાર પડ્યો નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement