બિગ બોસ ઓટીટી-3ની ફાઇનલ 4 ઓગસ્ટે, વિજેતાને મળશે 25 લાખ
એક અઠવાડિયાનું એક્સટેન્શન, 13 સ્પર્ધકો દાવેદાર
બગ બોસ ઓટીટી 3ના શોને એક્સટેન્શન મળ્યું છે. મતલબ કે, આ શોની ફાયનલ 40 દિવસ બાદ 28 જુલાઈના રોજ યોજાવાની હતી તે હવે ઓગષ્ટમાં યોજાશે. અત્યારે બિગ બોસ ઓટીટી 3ના ફાયનલની તારીખ સામે આવી ચૂકી છે. આવો જાણીએ તેની ફાયનલ ડેટ, પ્રાઈઝ મની અને ક્ધટેસ્ટન્ટ વિશે.
બિગ બોસના ટ્વીટર એકાઉન્ટમાં આ વિશે જાણકારી શેર કરવામાં આવી છે. જેમાં અનિલ કપૂરના આ શોને 1 અઠવાડિયાનું એક્સટેન્શન મળ્યું છે. મતલબ કે બિગ બોસની ગ્રાન્ડ ફાયનલ 28 જુલાઈની જગ્યાએ 4 ઓગસ્ટે યોજાશે. આથી ક્ધટેસ્ટન્ટને ખુદને સાબીત કરવાનો વધુ મોકો મળશે.
બિગ બોસ ઓટીટી 3ની શરૂૂઆત 21 જૂનના રોજ થઈ હતી. તે વખતે 17 ક્ધટેસ્ટન્ટ બિગ બોસના ઘરમાં આવ્યા હતા. તેમાંથી 5 ક્ધટેસ્ટન્ટ એલિમિનેટ થઇ ગયા છે. મતલબ કે હવે વાઈલ્ડ કાર્ડ ક્ધટેસ્ટન્ટ અદનાન શેખને મળી કુલ 13 ક્ધટેસ્ટન્ટ ટ્રોફી જીતવા માટેના દાવેદાર વધ્યા છે.
એક રિપોર્ટ મુજબ બિગ બોસ ઓટીટી 3ના વિજેતાની પ્રાઇઝ મની બિગ બોસ ઓટીટી 2ની માફક 25 લાખ રૂૂપિયા મળશે. આ રોકડ રકમ સિવાય વિજેતાને બિગ બોસની ટ્રોફી સહિત કાર કે બીજું કોઈ ઈનામ પણ મળી શકે છે.